મી ઇન્ડિયા દ્વારા સ્માર્ટર લીવિંગ 2022નું આયોજન, દરેક કેટેગરીઓમાં પ્રોડક્ટ્સ લોન્ચ કરી

- કનેકેટીવિટી, ઉત્પાદકતા, આરોગ્ય અને તંદુરસ્તી, મનોરંજન અને ઘર સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે
ભારતની નંબર વન સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ મી ઇન્ડિયાએ આજે સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સની તેમની વાર્ષિક આઇઓટી ઇવેન્ટ – સ્માર્ટ લીવિંગ 2022 ખાતે બહોળી રેન્જ લોન્ચ કરી હોવાની જાહેરાત કરી હતી. વિકસતી ઇકોસિસ્ટમ પોર્ટપોલિયોના ભાગરૂપે, મી ઇન્ડિયાએ મી સ્માર્ટ બેન્જ 6, અને શ્રેષ્ઠ વેચાણ ધરાવતા મી બેન્ડ ફીટનેસ વેરેબલને માર્કેટમાં, મી 360° હોમ સિક્યુરિટી કેમેરા 2કે પ્રો અને મી રાઉટર અ મી રાઉટર 4એ ગીગાબીટ એડીશનમાં અપગ્રેડ કરવાની પણ જાહેરાત કરી છે.
આ લોન્ચ પર ટિપ્પણી કરતા મી ઇન્ડિયાના ચિફ બિઝનેસ ઓફિસર રઘુ રેડ્ડીએ જણાવ્યું હતુ કે,“મી ઇન્ડિયા ગ્રાહકોની જરૂરિયાતોને સમજવામાં અગ્રણી રહી છે કેમ કે કનેક્ટેડ ડિવાઇસીસ આપણા જીવનનો એક આંતરિક ભાગ બની રહ્યા છે. મી વિશ્વમાં ફક્ત અનેક મોટા અને ઝડપી વિકસતા સ્માર્ટફોન બ્રાન્ડમાંના એક છે એટલુ જ નહી પરંતુ વિશ્વમાં 351 મિલીયન કનેક્ટેડ ડિવાઇસીસ સાથે સૌથી મોટા કન્ઝ્યુમર્સ આઇઓટી પ્લેટફોર્મ્સમાંના એક છે. અમે ભારતમાં અનેક નવી IoT ડિવિસીસ લોન્ચ કરવા માટે પ્રતિબદ્ધ છે અને છેલ્લા બેથી ત્રણ વર્ષોમાં અમે અદ્યતન ટેકનોલોજીઓ ધરાવતા અને અમારા યૂધઝર્સને અંતરાયમુક્ત અનુભવ પૂરો પાડવા માટે સ્માર્ટ IoT ડિવાઇસીસ માટે સ્વીકાર્યતાને આગળ ધપાવવામાં સફળ રહ્યા છીએ..
સ્માર્ટ લીવિંગ 2022 સાથે અમે નવી પ્રોડક્ટસ લાવી રહ્યા છીએ તેમજ દરેક કેટેગરીઓમાં અત્યંત આવશ્યક અપગ્રેડ્ઝ પણ લાવી રહ્યા છીએ. Miસ્માર્ટ બેન્ડ 6,Mi 360° હોમ સિક્યુરિટી કેરા2K પ્રો, Mi રાઉટર 4A ગીગાબીટ એડીશન અને શાઓમી રનીંગ શૂઝ જેવા ડિવાઇસીસ સાથે અમને અમારા ગ્રાહકોની જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે તેનો અમને આત્મવિશ્વાસ છે કેમ કે અમે ભારતમાં અમારી શ્રેષ્ઠ સ્માર્ટ ટેકનોલોજી લાવવા માટે સઘર્ષ કરી રહ્યા છીએ,. અમે માર્કેટમા અમારી હાજરીમાં વધારો કરવાનું સતત રાખ્યુ હોવાથી અમે દરેક કેટેગરીઓમાં પ્રિમીયમ રેન્જ તૈયાર કરવા માટે ભાર મુકી રહ્યા છીએ. અમે વૈવિધ્યકરણ કરવાનું અને વધુ સ્માર્ટર ડિવાઇસીસ માર્કેટમાં લાવવાનું સતત રાખીશ અને સ્માર્ટર ઇન્ટરકનેક્ટીવિટીને વધુ આગળ ધપાવીશું.”