સેમસંગ ભારતની નં. 1 સ્માર્ટવોચ કંપની તરીકે ઊભરી આવી

સેમસંગ જૂન 2021ના પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં ભારતની સૌથી ભવ્ય સ્માર્ટવોચ ઉત્પાદક તરીકે ઊભરી આવી છે, એમ આઈડીસી વર્લ્ડવાઈડ ક્વોટર્લી વેરેબલ ડિવાઈસ ટ્રેકરનો અહેવાલ જણાવે છે. સેમસંગનાં સ્માર્ટવોચ શિપમેન્ટ્સે 86 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ નોંધાવતાં કંપની ભારતમાં નંબર 1 સ્થાન પર આવી છે. ગેલેક્સી વોચ એક્ટિવ 2 અને વોચ 3 સિરીઝની લોકપ્રિયતા પર સવારી કરતાં સેમસંગે 41.2 ટકા વોલ્યુમ બજાર હિસ્સા સાથે જૂનનું ત્રિમાસિક પૂરું કર્યું હતું.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે સેમસંગ ગ્રાહકોને આરોગ્યવર્ધક અને પુરસ્કૃત જીવન જાવવા માટે મદદરૂપ થતા સ્માર્ટવોચ ફીચર્સમાં અવ્વલ સાબિત થવા માટે અથાક કામ કરી રહી છે. સેમસંગે હાલમાં જ ભારતમાં હેલેક્સી વોચ 4 અને ગેલેક્સી વોચ 4 ક્લાસિક માટે પ્રી- બુકિંગ્સ શરૂ કર્યું છે. ગેલેક્સી વોચ 4 સિરીઝે પરિપૂર્ણ આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણ પ્રેરિત કરવા માટે સ્માર્ટવોચ ઈનોવેશનનો નવો યુગ શરૂ કર્યો છે.
ગેલેક્સી વોચ 4 સિરીઝ ઉદ્યોગની પ્રથમ બોડી કમ્પોઝિશન ક્ષમતા સાથે આવે છે, જે ઉપભોક્તાઓને તમેના આરોગ્યની સંપૂર્ણ માલિકી લેવા માટે અનુકૂળતા આપે છે. ગેલેક્સી વોચ 4 સિરીઝ સેમસંગ દ્વારા પાવર્ડ વેર ઓએસ સાથે આવે છે અને ઉપભોક્તાઓને ભરપૂર ઉપયોગી એપ્સને પહોંચ આપે છે. આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણ દુનિયાભરમાં મુખ્ય ચિંતા છે ત્યારે નવી ગેલેક્સી વોચ 4 સિરીઝ ઉપભોક્તાઓને સર્વ સમયે તેમનાં કાંડાં પર પરિપૂર્ણ ફીચર્સ ઓફર કરે છે. ગેલેક્સી વોચ 4 રૂ. 23,999થી શરૂ થાય છે, જ્યારે ગેલેક્સી વોચ 4 ક્લાસિક રૂ. 31,999થી શરૂ થાય છે.