અદાણી ગુજરાત જાયન્ટ્સ શ્રેષ્ઠ યુવા ખેલાડીઓનું સ્કાઉટિંગ કરવા કટિબદ્ધ

- કોચ રામ મહેરે યુવાઓને રમત માટે આકર્ષિત કરનાર એનવાયપી પ્રોગ્રામની પ્રશંસા કરી
અમદાવાદ : પ્રો કબડ્ડી લીગની આગામી સિઝન ખાસ રહેશે. કારણ કે લીગ 10 વર્ષ પૂર્ણ કરશે. આ દરમિયાન ઉજવણીને ખાસ બનાવવા તમામ ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગે છે. આ વાતને ધ્યાને રાખી અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લીગના સૌથી સફળ કોચ રામ મહેર સિંઘે ટીમ માટે ખેલાડીઓનું સ્કાઉટિંગ શરુ કરી દીધુ છે.
ગુજરાત જાયન્ટ્સની ટીમ પડદા પાછળ આકરી મહેનત કરી રહી છે. તેઓ વહેલી તકે દેશના શ્રેષ્ઠ ખેલાડીઓને સામે લાવવા માગે છે. ટીમ ચેન્નઈ અને દિલ્હીમાં ટ્રાયલ્સ યોજી રહી છે. જે પછી તેઓ અમદાવાદમાં સિલેક્શન પ્રક્રિયાને પૂર્ણ કરશે. જ્યાં તેઓ ન્યૂ યંગ પ્લેયર્સ કેટેગરી હેઠળના 4 ખેલાડીઓને સ્કવોડમાં સામેલ કરશે.
કોચ રામ મહેરે આ અંગે કહ્યું કે, “ગુજરાતજાયન્ટ્સ એવા ખેલાડીની શોધ કરી રહી છે સીધા ટૂર્નામેન્ટમાં રમવા?સક્ષમ હોય. અમે સ્કવોડમાં ખાલી જગ્યાઓ ભરવા માગીએ છીએ. પ્રો કબડ્ડી લીગનો પ્રારંભ થયો છે ત્યારથી ન્યૂ યંગ પ્લેયર્સ પ્રોગ્રામે ઘણા શાનદાર અને સફળ ખેલાડીઓને તક આપી છે. જેના કારણે ભારતમાં કબડ્ડીની રમતને ઘણો લાભ થયો છે.”
ગત વર્ષે પ્રતિક દહિયા ગુજરાત જાયન્ટ્સ શના સૌથી સફઘ ખેલાડીઓમાંથી એક હતો. પ્રતિક દહિયા પોઇન્ટ્સ મેળવવાનો આનંદ માણી રહ્યો હતો. પ્રતિક દહિયા ન્યૂ યંગ પ્લેયર્સ પ્રોગ્રામની શોધ છે. કોચ રામ મહેર સિંઘ આવા જ ખેલાડીઓ મેળવવાની આશા ધરાવે છે. તેમણે કહ્યું કે,”ન્યૂ યંગ પ્લેયર્સ પ્રોગ્રામનો લાભ લેનાર ઘણા છે. મોટી સંખ્યામાં યુવાનો કબડ્ડી રમવા માગે છે. આ પ્રોગ્રામ ખેલાડીઓને રમત સાથે જોડાવવા પ્રોત્સાહિત કરે છે.”
અદાણી સમૂહ તરફથી મળતા સમર્થન વિશે રામ મહેરે કહ્યું કે,”અદાણી સમૂહ રમત ક્ષેત્રે મોટાપાયે રોકાણ કરી રહ્યું છે. તેઓ રમતો અને રમતવીરોને પ્રોત્સાહન આપતા રહ્યા છે. તેઓ માત્ર લીગના પરિણામો નથી જોઈ રહ્યાં પણ સાથે ગુજરાતમાં કબડ્ડીની રમતના સ્તરમાં એ અંગે કામ કરી રહ્યાં છે. મેનેજમેન્ટ માત્ર એટલું જ ઈચ્છે છે કે ખેલાડીઓનું ફોક્સ માત્ર પ્રદર્શન પર રહે. બાકીની તમામ જરૂરી બાબતોનું ધ્યાન તેઓ રાખશે.”
રામ મહેર સિંઘ અને સપોર્ટિંગ સ્ટાફ યુવા ખેલાડીઓની પસંદગી માટે કલાકો મહેનત કરતા હોય છે ત્યારે અદાણી સ્પોર્ટ્સલાઈનના હેડ સત્યમ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ મેનેજમેન્ટ તેમની પડખે ઉભુ રહે છે. સત્યમ ત્રિવેદી એ કહ્યું કે,”ભારતના યુવા ખેલાડીઓમાં રોકાણ કરવું એ અમારા મોટા નિર્ણયોમાંથી એક છે.
પ્રો કબડ્ડી લીગની વાત કરીએ તો અમે લીગના સૌથી સફળ કોચને સામેલ કર્યા છે. અમે તેમના નિર્ણયોને માનીએ છીએ. અમારા કોચિંગ યુનિટ પાસે જરૂરી નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. અમે દરેક અંતિમ નિર્ણય તેમની સાથે વિસ્તૃત ચર્ચા બાદ લઈએ છીએ. કોચ રામ મહેર રમતને મારા કરતા સારી રીતે જાણે છે અને અહીં તેઓ જ બોસ છે.”