ફોનપે લોન્ચ કરે છે ભારતનું સૌપ્રથમ માસિક સબસ્ક્રીપ્શન સાથેનું હેલ્થ ઈન્શ્યોરન્સ

ફોનપે ઈન્શ્યોરન્સ બ્રોકિંગ સર્વિસે, આજે અગ્રણી વીમા કંપનીઓની ભાગીદારીમાં કોમ્પ્રેહેન્સીવ ઈન્શ્યોરન્સ ઑફર કરતા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનની જાહેરાત કરી હતી. આ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનને બીજા ઈન્શ્યોરન્સથી અલગ પાડે છે તે છે UPI માસિક પેમેન્ટ મોડ, જે ગ્રાહકોને પોસાય છે. આજ સુધીમાં દેશમાં 5.6 મિલિયન કરતાં વધુ પોલિસીઓનું વેચાણ કરીને PhonePe વીમા બજારમાં પ્રવેશ કરવામાં મોખરે છે. ફોન પે ઈન્શ્યોરન્સ પ્લેટફોર્મ દ્વારા ભારતના 98% પિનકોડ પર પોલિસીઓનું વેચાણ કરવામાં આવ્યું છે અને 200 મિલિયન કરતાં વધુ વાહન વીમાના ક્વોટ આપવામાં આવ્યા છે.
લોન્ચ વિશે વતા કરતાં, ફોન પે ખાતેના ફાઈનાન્સિયલ સર્વિસીસના વાઈસ પ્રેસિડન્ટ હેમંત ગાલાએ જણાવ્યું, “હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવામાં સૌથી મોટી અડચણ પરવડતા છે અને તે અમે ભારતનું પ્રથમ માસિક પેમેન્ટ પર ભાર મુકતુ હેલ્થ ઈન્શ્યોરન્સ માર્કેટપ્લેસ બનાવીને દૂર કરી છે.
અમે માનીએ છીએ કે આનાથી યુઝર ખૂબ જ ઓછા નાણાંકીય બોજ સાથે માસિક સબસ્ક્રીપ્શનથી પેમેન્ટ કરી શકશે અને તેનાથી ઈન્શ્યોરન્સની સ્વીકૃતિમાં વધારો થશે.’’ આ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન, જે રુ.1 કરોડ સુધીના કવરેજ સાથે આવે છે, જેના કારણે યુઝર કોઈપણ કૅપ/લિમિટ વિના કોઈપણ હોસ્પિટલ રુમ પસંદ કરી શકે છે. યુઝર દરેક ક્લેમ ફ્રી વર્ષ માટે બેઝ કવરના 7 ગણા સુધી બોનસ કવર જેવી નવીનતમ સુવિધાઓનો પણ લાભ લઈ શકે છે. ફોન પે ઈન્શ્યોરન્સ હેલ્થ બ્રોકિંગ દ્વારા આપવામાં આવતા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન યુઝરને વેચાણ પહેલાં અને વેચાણ પછી માહિતગાર નિર્ણય કરવામાં, દાવાઓ ફાઈલ કરવામાં અને બીજી સેવાઓના એક્સેસ કરવામાં સહાયતા પુરી પાડે છે.
ફોન પે પરથી હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવું એકદમ સરળ છે:
- તમે ઈન્શ્યોરન્સ લેવા માંગતા હોવ તે તમામ સભ્યોની બેઝિક વિગતો એન્ટર કરો.
- ક્વોટ પેજ પર આગળ વધો, ઈચ્છિત ક્વોટ સિલેક્ટ કરો અને વ્યક્તિગત તેમજ હેલ્થ વિગતો એન્ટર કરવા માટે આગળના પેજ પર જાઓ.
- માહિતીની સમીક્ષા કરો અને કાંતો તમારું માસિક મેન્ડેટ સેટ અપ કરો અથવા દર વર્ષે પેમેન્ટ કરો.