હિંમતનગર : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ગોલમાલ…!

હિંમતનગર : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ગોલમાલ…!
Spread the love
  • નિતિ નિયમો નાવે મુક્યા ની આશંકા
  • ડિસ્ટ્રિક્ટ કોચ ની મેરીટ પ્રમાણે યાદી જાહેર કેમ કરતા નથી?
  • ગુજરાત સરકાર નો એક સ્વતંત્ર હવાલો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત

દર વર્ષે ગુજરાતમાં સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી ખેલ મહાકુંભ ની ઉજવણી કરવામાં આવે છે હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતમાં ડાયરેક્ટર જનરલ ના ચાર્જ પર આર એસ નીનામા IAS સાહેબ ની બદલી કરવામાં આવેલી છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વહીવટી બિલ્ડીંગ માં ડાયરેક્ટર જનરલ શ્રી નીનામા સાહેબ જોડે શુભેચ્છા મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ ની ઉજવણી કરવામાં આવનાર છે અને રમતના પાયાના સ્થળથી આ ખેલ મહાકુંભ દરમિયાન ખેલાડીઓને રમત મુજબ આઈડેન્ટીફાય કરવામાં આવશે.

જેથી ગુજરાતને ભવિષ્યમાં રાષ્ટ્રીય અને ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય કક્ષા માટે સારા ખેલાડીઓ મળી શકે અને સમગ્ર ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે શુભેચ્છા મુલાકાત દરમિયાન તેમને જણાવ્યું કે ગુજરાતમાં રમતને ડેવલપ કરવા માટે રમત ના પાયાથી કામ કરવા ઈચ્છે છે પણ છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ચાલી રહેલા નાના મોટા પ્રશ્નો નું નિરાકરણ કરવા માટે પણ એક સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવશે જેથી આગામી સમયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં કામ કરતા તમામ ડિસ્ટ્રિક્ટ કોચ ની પોસ્ટિંગ જીલ્લા રમત વિકાસ અધિકારી ની પોસ્ટ પર મેરીટ ના આધારે કરવામાં આવશે.

સાથે સાથે સમગ્ર ગુજરાતમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ, નિવાસી એકેડમી અને બિન નિવાસી એકેડમી માં કામ કરતા ફિલ્ડના તમામ કોચીસ પર વધારે ફોકસ કરવામાં આવશે હાલમાં જે કોચીસ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પર ફરજ બજાવે છે જે કોઈપણ સ્કીમમાં કાર્યરત નથી તેવા કોચને પણ સમયમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ અથવા એકેડમી સેન્ટરમાં તબદીલ કરવામાં આવશે ગુજરાતમાં રમતને ડેવલપ કરવા માટે સમગ્ર ગુજરાતમાં કેટલાક એવા વ્યાયામ શિક્ષક છે જે રમત ના પાયાથી ખેલાડીઓને શોધીને તેમના પર ઘણી મહેનત કરે છે તેમ છતાં તેમને સરકાર તરફથી કોઈ પણ જાતનો સન્માન આપવામાં આવતું નથી.

ગુજરાતમાં ઘણા સમયથી વ્યાયામ શિક્ષકોની ભરતી થતી નહીં આ સૌથી મોટો પ્રશ્ન છે બીજા રાજ્યો કરતા સૌથી વધારે બજેટ રમત માટે ગુજરાતનો છે તેમ છતાં ગુજરાત ના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેટલ લાવવાથી કેમ વંચિત રહી જાય છે એ પ્રશ્ન વિચાર કરવા જેવું છે સરકાર કરોડો રૂપિયા રમતની પાછળ ખર્ચો કરે છે પણ સરકાર રમતના નિષ્ણાંત કોચીસ પાસેથી કેવલ વહીવટી કામગીરી લેશે તો રમત કેવલ વહીવટી માં જ ચાલશે કોઈપણ ખિલાડી ને રમત રમવા માટે રમતના ત્રણ પાયા હોય છે.

પહેલું વ્યાયામ શિક્ષક બીજું જે તે રમતના નિષ્ઠાન કોચ / ટ્રેનર તીજો રાજ્યના તમામ એસોસિએશન આ ત્રણે પાયા ભેગા મળીને કામ કરશે તો ગુજરાત ના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સારી સિદ્ધિઓ મેળવી શકશે. સરકારમાં તો વહીવટી કામ જિલ્લા રમત અધિકારી કરે અથવા જિલ્લામાં રમત વિકાસ અધિકારી કરે તે મોટો વિષય નથી મોટો વિષય ખેલાડીઓને તાલીમ આપીને કોણ નિષ્ણાંત બનાવશે આ છે આ તમામ બાબતો ગુજરાત રાજ્યના લોકલાડીલા રમત ગમત મંત્રી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ઉચ્ચકક્ષાએ બેઠેલા તમામ અધિકારી વિચાર કરશે તો ગુજરાત ના રમતવીર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જળવાશે છે.

ઘણા વર્ષોથી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શ્રી આર.ડી ભટ્ટ સાહેબને આ બધી બાબતમાં ધ્યાન આપવાની ખરેખર જરૂરિયાત હતી. એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વર્ષોથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઘણાબધા કોચિસ કર્મચારીઓમાં ફેરબદલી થતી નહીં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોચીસ ના ફેર બદલીની જ્યારે પણ ફાઇલ મૂકવામાં આવે છે ત્યારે રમત ગમત મંત્રી સાહેબ તરફથી ના પાડ દેવામાં આવે છે તેમ લોક મુખી ચર્ચા કરી રહ્યું છે અને તમામ કોચીસ જે જિલ્લામાં તેમનું મૂળ વતન છે ત્યાં જ તેમને પોસ્ટિંગ મેળવી લીધી છે.

તમામ જે નિષ્ણાંત કોચીસ છે તેમનું કામ ગ્રાઉન્ડ લેવલ પર કોચિંગ કરીને ખેલાડીઓને તૈયાર કરવાનું છે પણ એમાંથી ઘણા કોચીસ સરકારના સૂચના મુજબ જિલ્લા રમત વિકાસ અધિકારી ની જગ્યા પર બેસીને કેવલ વહીવટી કામગીરી કરે છે જે જિલ્લા માં રમત ના અનુરૂપ વાતાવરણ હોવા છતાં પણ કોચીસ ની ફેર બદલી કરતા નથી જેથી જે તે જિલ્લાના નજીકના વિસ્તારના તમામ ખેલાડીઓ નિષ્ણાંત કોચિંગ થી વંચિત રહી જાય છે. ઉદાહરણ તરીકે સાબર સ્ટેડિયમ હિંમતનગરમાં સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચો કરીને વોલીબોલ, લોન ટેનિસ,બાસ્કેટબોલના કોર્ટ અને મલ્ટીપર્પસ ઇન્ડોર હોલ જેમાં રેસલિંગ, જુડો જેવી તમામ રમતની તાલીમ થઈ શકે પણ હાલમાં ત્યાં કોઈ નિષ્ણાત કોચ નથી.

જેથી આ બધી રમતના તમામ રમતવીર કોચના માર્ગદર્શન હેઠળથી વંચિત રહી જાય છે સાથે સાથે જાણવા મળ્યું છે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ની તમામ જિલ્લા કક્ષાની કચેરી જિલ્લા રમત વિકાસ અધિકારી ની પોસ્ટ પર વહીવટી કામ કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ઉચ્ચ અધિકારીઓ સરકારમાં ભરતી થયેલા તમામ ડિસ્ટ્રિક્ટ કોચની મેરીટ પ્રમાણે ની યાદી જાહેર કેમ કરતા નથી તે ચર્ચાનો વિષય બની રહ્યું છે જિલ્લા કક્ષા વહીવટી તંત્રમાં કામ કરતાં તમામ કોચ માં અંદર અંદર રોષ નું માહોલ જાણવા મળ્યું છે.

ગુજરાતના તમામ 33 જિલ્લા કક્ષાની કચેરીમાં બેઠેલા જિલ્લા રમત વિકાસ અધિકારીની પોસ્ટમાં ઘણા બધા કોચીસ એવા છે જેમને સરકારના ધારા ધોરણ મુજબ વહીવટી કાર્ય માટે તેમની મૂળ પરીક્ષા પણ પાસ કરેલ નથી તેમ છતાં આ તમામ કોચીસ ને ક્યાં આધારે જિલ્લાના રમત વિકાસ અધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે એમાંથી ઘણા બધ્ધા કોચિસ્ તો એવા છે જે હાલમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની પોસ્ટ પર બેઠા છે તેમનો પગાર ઓછો છે અને તેમના હસ્તકમાં કાર્યરત કોચીસને નો પગાર તેમનાથી વધારે છે રમત ગમત માં સરકાર કઈ દિશામાં જઈ રહી છે એ કોઈને ખબર નથી કોચીસની મેરીટ મુજબની યાદી જાહેર કરવામાં આવશે તો સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ની કચેરી માં ચાલતો અંદર અંદરનું શોષણ બંધ થઈ શકે તેમ છે.

ગુજરાતના હસ્તક કાર્યરત તમામ કંપનીઓના માધ્યમથી ખાલી ઇન્ટરવ્યૂ ના આધારે કોચ અને ટ્રેનરની ભરતી કરવામાં આવી છે સરકારમાં કોર્પોરેટ સેક્ટરની જેમ કામ ચાલી રહ્યું છે તેમ જાણવા મળ્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તમામ કિરદારો માં દરેક જગ્યા પર કોચ હોય તો પ્રારંભિક તપાસ કેવી રીતે થાય ફિલ્ડ માં કામ કરતા કોચ વહીવટી કામ કરતા કોચ ડાયરેક્ટર ની પોસ્ટ પર પણ કોચ ચીફ કોચની પોસ્ટ પર પણ કોચ, કોઈપણ જાતની ખાતાકીય તપાસ માટે આ તમામ પોસ્ટ પર કોચ જ હોય તો એકબીજાના સાટગાટથી ખાતાકીય તપાસ થાય જ નહીં વારંવાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ ને જાણ કર્યા પછી પણ હજુ સુધી જિલ્લા કક્ષાની કચેરીમાં કોઈ પણ જાતનો બદલાવ કરવામાં આવેલ નથી જે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

સરકારી કચેરીમાં નોકરી મળ્યા પછી ઉચ્ચકક્ષા પર બેઠેલા લોકો પોતાને કચેરીના રાજા ની જેમ ઇચ્છતા હોય છે પણ રાજા બનવા માટે એમના હસ્તક કામ કરતા તમામ કર્મચારીઓને ન્યાય આપવાનું કામ, કોઈ કર્મચારી સાથે અન્નાય અથવા શોષણ ન થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવું પડે અને અગર કોઈ કર્મચારી ગેરકાયદેસર કામ કરતો હોય તો તેમને દંડ આપવાનું કામ પણ કરવું પડે પણ આ ડિપાર્ટમેન્ટ જે સરકારનો એક સ્વતંત્ર હવાલો છે એના પર સરકારને વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે જે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

રીપોર્ટ : મનોજ રાવલ

Screenshot_2023-09-19-20-47-10-50_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Admin

Manoj Raval

9909969099
Right Click Disabled!