સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયા CBI-ED બંને કેસમાં જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને દારૂ કૌભાંડમાં જામીન આપ્યા છે. સિસોદિયા 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા. આજે જેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેસમાં અત્યાર સુધીમાં 400 થી વધુ સાક્ષીઓ અને હજારો દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં કેસનો અંત આવે તેવી કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં સિસોદિયાને કસ્ટડીમાં રાખવા તેમના સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન હશે. કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ જામીનના મામલે સુરક્ષિત રમી રહી છે. સજા તરીકે જામીન નકારી શકાય નહીં.
હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે. પહેલું એ કે તેણે 10 લાખ રૂપિયાના બોન્ડ ભરવાના રહેશે. આ સિવાય તેઓએ બે જામીન રજૂ કરવાના રહેશે. જ્યારે ત્રીજી શરત એ છે કે તે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરશે.