અરવલ્લીમાં યોજાશે સંત શિરોમણી રોહીદાસ ભગવાનની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી રોહીદાસ ભગવાનની 648 મી જન્મ જયંતી નિમિત્તે સ્મૃતિ ધામ શીણાવાડ મોડાસા ખાતે પરમ પૂજ્ય પરસોત્તમદાસ બાપુ તથા શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે તા – 12/02/2025 ના રોજ સંતો મહંતો ના સાનિધ્યમાં ભગવાન સંત શ્રી રોહીદાસ બાપુ ની જન્મ જયંતિ ને લઈને સુંદર આયોજન કરેલ હોય અરવલ્લીની તમામ મહાપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.
જેમાં શ્રી ગુરુ રવીદાસ વિશ્વ મહાપીઠ ના પ્રદેશ પ્રમુખ શ્રી નટુભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિ રહેવાની હોય દરેક માઈ ભક્તો સંતો મહંતો યુવાનો વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં ભગવાન શ્રી સંત રોહીદાસ બાપુની જન્મ જયંતી નિમિત્તે પધારી રોહીદાસ બાપાના જય જય કાર સાથે ઢોલ નગારાના નાદ સાથે શોભાયાત્રામાં હાજરી આપી કાર્યક્રમને દિપાવવા આમંત્રણ પાઠવ્યું છે
એટલું જ નહીં રોહીદાસ બાપુના સેવકો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયા સુધીનો વીમો પણ ફ્રી આપવામાં આવશે . શોભાયાત્રાનું પ્રસ્થાન સંતોનું સામૈયું, ધ્વજા રોહણ કાર્યક્રમ, તેમજ મફત આંખની તપાસ જલારામ જનરલ હોસ્પિટલ મેઘરજ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરમ પૂજ્ય સંત શ્રી પરષોત્તમ બાપુ શ્યામ સુંદર આશ્રમ શીણાવાડ તેમજ પિયુષભાઈ જે ચમાર ( શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અધ્યક્ષ અરવલ્લી દ્વારા સર્વે મહાપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે
રિપોર્ટ. નિલેશ પટેલ અરવલ્લી