પાટણ જિલ્લામાં ડીગ્રી વગર પ્રેકટીસ કરતાં બોગસ તબીબો સામે કડક કાર્યવાહી..

પાટણ જિલ્લામાં ડીગ્રી વગર પ્રેકટીસ કરતાં બોગસ તબીબો સામે કડક કાર્યવાહી..
મેડીકલ ડીગ્રી વગરનો વધુ એક ઝોલાછાપ ડોકટર માડવીથી ઝડપી લેતી SOG પોલીસ ટીમ..
ઇન્જેકશનો,દવાઓ અને મેડીકલ સાધનો મળી કુલ કિં.રૂ. ૧૨૪૨૨ નો મુદ્દામાલ જપ્ત કરાયો..
પાટણમાં મેડીકલ ડીગ્રી વગર નો વધુ એક ડોકટર બાતમીના આધારે માડવી થી પાટણ SOG પોલીસે ઝડપી ઇન્જેકશનો,
દવાઓ અને મેડીકલ સાધનો મળી કુલ કિં.રૂ. ૧૨,૪૨૨ નો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાયૅવાહી હાથ ધરતા જિલ્લાના બોગસ તબીબો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનુ જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં ડીગ્રી વગર પ્રેકટીસ કરતાં બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવા પાટણ જિલ્લા પોલીસ વડા દ્રારા કરવામાં આવેલ સુચના આધારે પાટણ એસઓજી પીઆઈ સોલંકીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી ટીમ સમી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મોજે માંડવી ગામે જાપડપરા તરફ જતા રસ્તાની બાજુમાં આવેલ હમીરજી કમાજી ઠાકોરની દુકાનમાં નરેશકુમાર જયંતીજી વાઘેલા (ઠાકોર) રહે,માંડવી તા.સમી જી.પાટણવાળા કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને મેડિકલ નું લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી રહ્યા છે. જે બાતમીના આધારે ટીમે સ્થળ પર છાપો મારી ને ઉપરોક્ત બોગસ ડોક્ટર ને ઇન્જેકશનો,દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૧૨૪રર. ના જથ્થા સાથે ધરપકડ કરી બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯(૨) તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો સમી પો.સ્ટે ખાતે રજીસ્ટર કરાવી આગળ
ની તપાસ સમી પોલીસને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300