સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ

સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ
Spread the love

સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ


આજરોજ શ્રી ગુલાબચંદ ઝવેરચંદ શાહ ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં સરસ મજાનું પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા આ સુશીલાબા પરિવાર થકી ખૂબ જ સારું પરબ બંધાવ્યું . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં માનનિય પ્રમાનંદદાદાના સુપુત્ર શ્રી અમિતભાઈ શાહ અને એમની પુત્રવધૂ શ્રીમતી ડૉ. મોનાબેન શાહ જે રોટરી ક્લબ ઓફ જુહુ બીચ મુંબઈના પ્રોજેક્ટ કોર્ડીનેટર છે તેઓએ હાજરી આપી હતી. સાથે એચ.વી.એસ ફાઉન્ડેશનના માનનિય શ્રીમતી મનીષાબેન શાહ અને વિજયભાઈ જૈન પણ હાજર રહ્યા હતા. અને આ ફાઉન્ડેશન દ્વારા આ શાળાને બે સ્માર્ટ ટીવી પણ આપ્યા. આ સાથે આ જ પરિવાર દ્વારા હડમતીયા પ્રાથમિક શાળામાં બટુકદાદા જલધારા બંધાવી આપેલ. એમના કાકાશ્રી ના આત્માને શાંતિ માટે આ પરબનું નિર્માણ કરવામાં આવેલ. એ સાથે શ્રી માંડવડા ૨ શાળામાં સુશીલાબા રંગમંચ નું પણ નિર્માણ કરવામાં આવ્યું. અને ભામાશા એવા શ્રી પરમાનંદદાદાના જન્મ સ્થળ લાપાળિયા ગામમાં આવેલી હાઈસ્કૂલને સરસ મજાનો પ્રવેશદ્વાર પણ બંધાવી આપવામાં આવેલ. સાથે શ્રી ખોડીયારનગર ના તમામ બાળકોને જરૂરી સ્ટેશનરી પૂરી પાડવામાં આવી. અને સાથે વાલર શાળા ને કબાટ અને શ્રી જામવાળી શાળાને સાઉન્ડ સિસ્ટમ અર્પણ કરવામાં આવી. અને સાથે શૈક્ષણિક કીટ આજુબાજુની શાળામાં 500 બાળકોને વહેંચવામાં આવી અને શ્રી લામધાર તથા શ્રી વિઠ્ઠલવાડી અને શ્રી લાપાળીયા શાળામાં તમામ બાળકોને બટુકભોજન કરવામાં આવેલ. દાતાશ્રીઓ પ્રત્યે ખૂબ ખૂબ આભાર ની લાગણી સૌ શાળા પરિવારજનો અને ગ્રામજનો વ્યક્ત કરે છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!