ચોરાયેલ મોટર સાયકલના સ્પેર પાર્ટ સાથે બે ઇસમોને જડપી પડતી ઉદ્યોનગર પોલીસ

ચોરાયેલ મોટર સાયકલના સ્પેર પાર્ટ ખોલી વહેંચે તે પહેલા ઉદ્યોગનગર પોલીસે બે ઇસમોને પકડી પડ્યા.
કોલીખડા રોડ પરથી ચોરાયેલ મોટર સાયકલના ઉધોગનગર પોલીસે બન્ને આરોપીઓને પકડી પાડી ચોરીનો ગુન્હો ગણત્રીના દિવસોમાં શોધી પકડી પાડ્યો.
ગોસા(ઘેડ):જુનાગઢ રેંજના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્રારા ચોરી સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ હોય તે અંતર્ગત પોરબંદર ગ્રામ્ય વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુનાઓ ના માર્ગદર્શન હેઠળઉધોગનગર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. પાર્ટ એ.-૧૧૨૧૮૦૧૦૨૫૦૦૯૪/૨૦૨૫ બી.એન.એસ.કલમ- ૩૦૩ (૨) મુજબ ચોરીમાં ગયેલ મોટર સાયકલને શોધી કાઢવા માટે ઉદ્યોગનગ૨ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.એમ. રાઠોડનાઓ પોલીસ સ્ટાફ સાથે ઉદ્યોગનગ૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. અને તે દરમ્યાન પોરબંદર વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કમાંડ એન્ડ કન્ટ્રોલ પોરબંદર શહેરમાં લગાડેલ સીસી ટીવી કેમેરાની મદદથી ચોરી થયેલ મોટર સાયકલના રજી નંબર- GJ25H-6078 વાળુ સર્ચ કરતા તેમજ ચોર ઇસમની તપાસ કરતા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કોલીખડા રોડ રોયલ હોટલની સામે બેઠા પુલની બાજુમાં કાચા રસ્તા પર બાવળની કાંટમાં બે ઇસમો મોટર સાયકલના સ્પેર પાર્ટસ ખોલે છે .તેવી માહીતી મળતા તાત્કાલીક સદર જગ્યાએ તપાસ કરતા પુલ નીચે જોતા બે ઇસમો પુલના નીચે ખાડાના ભાગે આવેલ બાવળની કાંટની આડમાં મોટર સાયકલ ખોલતા મળી આવતા પોકેટકોપ નામની એપ્લીકેશનમાં મોટર સાયકલ ના એન્જીન તથા ચેસીસ નંબર વેરીફાઇ કરતા સદરહુ મુદામાલ ઉધોગનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ.- ૧૧૨૧૮૦ ૧૦૨૫૦૦૯૪/૨૦૨૫ બી. એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનુ ચોરી થયેલ મોટર સાયકલ રજી નંબર -GJ25H- 6078 નો મુદામાલ સ્પેર પાર્ટસ અલગ અલગ કરેલા હોય જે થી આરોપી (૧) ખીમા ઉર્ફે કારૂ લાલજીભાઇ ચૌહાણ ઉવ.૨૨ ધંધો મજુરીકામ રહે. કોલીખડા રામદેનગર પોરબંદર (૨)મનોજ ઉર્ફે મનીષ લાલજીભાઇ ચૌહાણ ઉવ.૨૦ ધંધો મજુરી કામ રહે. કોલીખડા રામદેનગર પોરબંદરવાળા પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજીસ્ટેશન નં- GJ25H- 6078 ના મોટર સાયકલના અલગ અલગ કરેલ સ્પેર પાર્ટસની કિ.રૂ. ૨૦,૦૦૦/-ના
સદર મુદામાલ સાથે બન્ને આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરી ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
આ કામગીરી કરનાર અધધકારી/કમમચારીઓમાં
પી.આઈ. આર.એમ.રાઠોડ તથા પી.આઈ એસ.આર. જાડેજા તથા એ.એસ.આઈ બી.પી.કારેણા તથા હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ
રવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કનકસીંહ પરાક્રમસીંહ,દેવેન્દ્રસીંહ ધીરૂ ભા, ભરત નાથાભાઇ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટ:- વિરમભાઈ કે.આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300