પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતને શર્મસાર કરતી ઘટના..

પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતને શર્મસાર કરતી ઘટના..
શંખેશ્વર: તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કારકુન વિરૃદ્ધ તલાટી મહિલાએ નોંધાવી ફરિયાદ…
શંખેશ્વર તાલૂકા પંચાયતના કારકુન કેયુર ઓઝા સામે ફરિયાદ,ફોન કરી હેરાન કરવાની સાથે ધમકી આપતો હોવાનું ફરિયાદ મા ઉલ્લેખ…
રજા ઉપર હોવા છતાં મહિલા તલાટીને ફોન કરી ખોટી રીતે પરેશાન કરતો હોવાની ફરિયાદ..
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા પંચાયતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છૅ.તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કારકુન વિરૃદ્ધ ફરિયાદ મહિલા તલાટીએ નોંધાવી છૅ જે ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.શંખેશ્વર તાલૂકા પંચાયતના કારકુન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છૅ ત્યારે મહત્વનું છૅ કે મહિલા તલાટી રજા ઉપર હોવા છતાં મહિલા તલાટીને ફોન કરી ખોટી રીતે કારકુન પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છૅ.
શખેશ્વરના પંચાસર ખાતે તૃપ્તિબેન તલાટી કમ મંત્રી તરીકે ખાતે ફરજ બજાવે છૅ.ઘટના ની મળતી માહિતી મુજબ તા.૧૪/૦૨/૨૦૨૫ ના તલાટી મહિલા સાંજના સાડા સાતેક વાગ્યના અરશામાં પોતાના ઘરે હાજર હોય તે સમય મોબાઇલ નંબર,૯૧૦૬૨૮૧૩૮૪ ઉપર એક અજાણ્યા નંબર. ૯૯૭૪૧૮૮૯૮૧ ઉપરથી ફોન આવતા મહિલા તલાટીએ જણાવેલ કે તમે કોણ બોલો છો તેમ પુછતા તલાટી મહિલાને જણાવેલ કે નંબર શેવ નથી રાખતી પણ અવાજ તો ઓળખ તેમ જણાવેલ જેથી મહિલા તલાટીએ જણાવેલ કે તમે કોણ બોલો છો તેમ પુછતા જણાવેલ કે તમે તલાટી બોલો છો ? તેમ પુછતા તૃપ્તિબૅન જણાવ્યું કે તમારે કોનુ કામ છે. તેમ પુછતા તેમણે જણાવેલ કે હું તને ઘરે બેઠા પગાર આપુ છુ તે છતા તું નોકરી ઉપર હાજર થતી નથી તેમ ખોટી રીતે પટેશન કરતા મહિલા તલાટી એ ફરિયાદ નોંધાવી હતી.
શખેશ્વર તાલુકા પંચાયત કચેરીના સીનીયર કારકુન કેયુરભાઇ જી ઓઝા એ ફોન કરી મહિલા તલાટી તૃપ્તિબૅન સાથે ફોનમાં કહ્યું કે તમારે કામ શું છે તેમ પુછતા તેમણે મહિલા તલાટીને જણાવેલ કે તુ કંયા સુધી રજા ઉપર રહીશ તુ નોકરી ઉપર હાજર થઈ જા જેથી તૃપ્તિબૅન જણાવેલ કે હું માતૃત્વની રજા ઉપર છુ તો તમારે ઓફીસનુ શું કામ હોય તો મને અત્યારે સાડા સાત વાગે ફોન કરો છો ત્યારે આ કેયુરભાઇ નાઓ બૅન સાથે જેમફાવે તેમ બોલાચાલી કરવા લાગેલ આમ ખોટી રીતે પરેશસ કરતા તાલુકા પંચાયત ના કારકુન સામે મહિલા તલાટી કમ મઁત્રી તૃપ્તિબૅન એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તાલુકા વિકાસ અધિકારી શખેશ્વર તથા પોલીસ ઇન્સ્પેકટર શખેશ્વર ને આ બાબતે જાણ કરી તલાટી મહિલા તૃપ્તિબૅન વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આ કેયુરભાઇ વિરૂધ્ધમાં કાયદેસર તપાસ થવા ફરીયાદ નોંધાવી છૅ.
જેથી આ શખેશ્વર તાલુકા પંચાયત કચેરીના સીનીયર કારકુન કેયુરભાઇ જી ઓઝા નાઓએ મહિલા તલાટીને ફોન કરી માતૃત્વ રજા ઉપરથી હાજર કેમ થતી નથી તેમ કહી બોલાચાલી કરી અને હાજર થયાથી તને જોઇ લઇશ તેવી ધમકી આપી દ્વીઅર્થી સબંધો રાખવા માટે માંગણી કરી ગુનો કરેલ હોય જે વિરૂધ્ધમાં કાયદેસર તપાસ મહિલા તલાટીએ ફરીયાદ નોંધાવી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300