છેતરપીંડીના આરોપીને રાજસ્થાન રાજયમાંથી જડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી શીલ પોલીસ

છેતરપીંડીના આરોપીને રાજસ્થાન રાજયમાંથી જડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી શીલ પોલીસ
Spread the love

-શીલ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૦૩૦૫૫૨૪૦૦૩૪/૨૪ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦ વિ. મુજબના કામના કુલ રૂપીયા-૨૬,૩૦,૦૦૦/- ની છેતરપીંડીના આરોપીને રાજસ્થાન રાજયમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી શીલ પોલીસ જિલ્લો.જુનાગઢ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબની સુચના મુજબ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ પો.સ્ટે. વિસ્તારના ગુન્હાના કામેના આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે માંગરોળ ડિવિઝનના ડી.વાય.એસ.પી.શ્રી ડી.વી.કોડીયાતર સાહેબના માર્ગદર્શન હેઠળ શીલ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૦૩૦૫૫૨૪૦૦૩૪/૨૪ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) મુજબ આ કામના આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂ રચી ફરીયાદીને એરપોર્ટ વિભાગમાં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી આપવાનું કહી એરપોર્ટ ઓથોરીટીના ખોટા કોલલેટર બનાવી એરપોર્ટ વિભાગમાં કસ્ટમ અધિકારી તથા અન્ય જગ્યાઓ ઉપર નોકરી આપવાની લાલચ આપી બનાવટી કોલ લેટર બનાવી આપી ફરીયાદી સાથે રૂ.૨૬,૩૦,૦૦૦/- રૂપીયાની છેતરપીંડી કરી જે રૂપીયા પાછા આપવા માટે રૂ.૧૦૦/-૧૦૦/- ના પાંચ સ્ટેમ્પ પેપર ઉપર ફરીયાદ નહિ કરવા રૂ.૩૨,૮૨,૦૦૦/-નું લખાણ કરી બાહેંધરી આપી જે રૂપીયા પરત નહિ આપી છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલાનો અત્રે શીલ પો.સ્ટે. ખાતે ગુન્હો નોંધાયેલ હોય અને આ કામના આરોપીઓની શોધખોળ કરવા ટેકનિકલ તેમજ હયુમન સોર્સના આધારે શીલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.એ.સોલંકી સાહેબ તથા શીલ પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય જે અન્વયે ઉપરોકત ગુન્હાનો આરોપી રાજસ્થાન રાજયમાં હોવાની બાતમી હકીકત મળેલ હોય જે અન્વયે તાત્કાલીક શીલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.એ.સોલંકી સાહેબ તેમની ટીમ સાથે રાજસ્થાન રાજય જવા નીકળી ગયેલ અને સદરહુ ગુન્હાના આરોપીનુ જયા લોકેશન આવતુ ત્યા લોકેશન ઉપર જઈ ઉપરોકત ગુન્હાના આરોપીને તાત્કાલીક પકડી પાડેલ અને અત્રે શીલ પો.સ્ટે. લઈ આવી ધોરણસર અટક કરી નામદાર માંગરોળ કોર્ટમાં અસરકારક રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરી નામદાર માંગરોળ કોર્ટમાંથી દિન-૩ ના રીમાન્ડ મેળવેલ છે.

· પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ:-

સંદીપકુમાર રતનલાલ જોશી જાતે. બ્રાહમણ ઉવ ૪૨ ધંધો નોકરી રહે ધાવડી ગામ તા.ઝલ્લારા જીલ્લો સલુમ્બર રાજય રાજસ્થાન

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ની વિગત-

આ કામગીરી શીલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.એ.સોલંકી સાહેબ તથા એ.એસ.આઇ.દિપસિંહ ડોડીયા તથા પો.હેડ કોન્સ. મહિપતસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. દિનેશભાઈ ભેડા તથા ડ્રા.પો.કોન્સ. પંકજપરી ગૌસ્વામી નાઓએ સાથે રહી કરેલ છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!