અરવલ્લી જિલ્લાના તમામ લોકો આ જાણો અને સમજો આટલું મોટું રેકેટ ચાલી રહ્યું છે…!

અરવલ્લી જિલ્લાના તમામ લોકો આ જાણો અને સમજો આટલું મોટું રેકેટ ચાલી રહ્યું છે આટલું બધું થવા છતાં અરવલ્લી જિલ્લા પ્રશાસન એક્શન કેમ નથી લેતું ?????*
ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય અને તંત્ર નિષ્ક્રિય રહે, તો તે મોટા પાયે મિલીભગત હોય ….કેમ કે 350 કરોડ ઉપર નો પ્રોજેકટ છે
બ્યૂરોક્રેટિક અપમાન
જિલ્લા વહીવટી તંત્ર ની કાર્યવાહી કરવાની ઈચ્છા શક્તિ નથી…
સ્પષ્ટ વાત છે કે કેન્દ્ર સરકાર ની રેલ્વે વિભાગ જમીન સંપાદન થાય અને જેની જેની જમીન છે અને વળતર આપે ત્યાં સુધીની જ કામગીરી માં હોય છે. એના પછી રેલ્વે ની પૂરણ સ્ટ્રક્ચરની તમામ કામગીરી જે તે કંપની ની ટેન્ડર મળેલ હોય તેની રહે છે જેમાં સીધી કેન્દ્ર સરકાર ની કોઈ પણ કામગીરી રહેતી નથી. રેલ્વે પ્રોજેક્ટ માટે કેન્દ્રીય સરકાર દ્વારા કંપની ને cmt ઘનમિટર પ્રમાણે પૂરા પૈસા ફાળવવામાં આવે છે.
ટેન્ડર મેળવેલી કંપનીઓએ રોયલ્ટી ( માટી, રેતી, વગેરે માટે) રાજ્ય સરકારને ચૂકવવી પડે…
રોયલ્ટી ઓછી લઈ રાજ્ય સરકાર ખનીજથી મળતી આવક ઓછી કરે છે …જેમાં ભ્રષ્ટ અધિકારીઓની લાખો રૂપિયા ખવડાવી કંપની રોયલ્ટી ઓછી ભરે અને ખનીજચોરી કરે જેનાથી તે પોતાના ખર્ચમાં ઘટાડો કરે છે અને વધુમાં વધુ નફો હાંસલ કરે છે….
સુજલામ સુફલામ્ જળ અભિયાન 2024 માં માટી સિવાય અન્ય કોઈ પણ ખનીજ ની રોયલ્ટી ભરવી પડે તો પણ 30 હજાર ડમ્પર કાંકરો નદી માં થી ઉપાડ્યો..5 લાખ મેટ્રિક ટન ઉપર …બીજું કે યોજના હેઠળ મોડાસા સર્વે નંબર 60 તળાવની મંજુરી આ કંપની એ લીધી અને સર્વે નંબર 61 62 સરકારી જમીન જે SC ST છાત્રાલય માટે ફાળવેલી હતી તે ખોદી નાખી …મહિનાઓ વીત્યા છતાં કોઈ કાર્યવાહી નહી
કુડોલ ગામે 10 હજાર મેટ્રિક ટન મંજુરી લઈ અને 1 લાખ મેટ્રિક ટન ખોદી નાખી…
જીતપુર વાઘોડિયા વચ્ચે રેલ્વે ની એકવાયરડ જગ્યા ની બહાર ડુંગર માં થી 25 હજાર મેટ્રિક ટનથી વધુ ખોદકામ કરી નાખ્યું ….કોઈ કાર્યવાહી નહી
આ રીતે લાખો મેટ્રિક ટન ની અમુક ભ્રષ્ટ અધિકારીઓ ની મિલીભગત થી ખનીજચોરી કરી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે
*જેમાં કેન્દ્ર સરકાર જોડે આ કંપની છેતરપિંડી કરી રહી છે અને રાજ્ય સરકાર નું નુકશાન કરી રહી છે ….*
આ કંપની ને 26 કિલોમીટર માં નાખેલો જથ્થો માપવામાં આવે અને તેની સામે કેટલી રોયલ્ટી લીધી
તો એક મોટું રેકેટ બહાર આવે
જેમાં લાખો મેટ્રિક ટન ખનીજચોરી થઈ હોવાનું બહાર આવે અને કરોડો રૂપિયાનો આ કંપની ને દંડ થાય …..
કેમ કે ફક્ત એક જ ગાડી પકડી અમે ઉપર રહી ને કાર્યવાહી કરાવી તો 2 લાખ ઉપર નો દંડ થયો હતો….
એટલે મારી ગણતરી મુજબ નદીમાં થી કાઢેલ ડમ્પરો સહિત અંદાજિત 10 લાખ મેટ્રિક ટન થી પણ વધુની ખનીજ ચોરી આ પ્રાઈવેટ કંપની એ કરી છે.
આ અરવલ્લી જિલ્લાના ઇતિહાસમાં વધુ એક મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે
એટલે અમે આ ઉજાગર કરીએ છીએ એટલે તો ઉઠાવી લેવાની અને જોઈ લેવાની ધમકીઓ એ કોન્ટ્રાકટર આપી રહ્યો છે. બીજું કે એમની કંપનીમાં કામ કરનાર મહિલા નકલી અધિકારી બની પણ આવી હતી. આપણે તો તમામ ઉચ્ચ કક્ષાએ પુરાવા સાથે રજૂઆત કરીશું અને ગાંધીચિંધ્યા માર્ગે આવનારા સમયમાં આંદોલન પણ કરીશું. લોકો સુધી આ માહિતી વધુમાં વધુ પહોચાડો.
~~~~~~~~~~~~
રાઠોડ આશુતોષ રેવાભાઈ
9409684849
સોશ્યલ વર્કર
રિપોર્ટ નિલેશ પટેલ અરવલ્લી