ભવ તારે એવા ભવનાથનાં આંગણે જૂનાગઢમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળો સંપન્ન

ભવ તારે એવા ભવનાથનાં આંગણે જૂનાગઢમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળો સંપન્ન
Spread the love
  • જીલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા તંત્ર, સાધુ સંતો,અખાડાઓ, અધિકારીઓ – કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ નો જાહેર આભાર માનતા પદાધિકારીઓ

જૂનાગઢ ખાતે તારીખ ૧૭/૨ થી ૨૧/૨/૨૦ દરમ્યાન યોજાયેલ ભજન, ભોજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ સમા અને તાપ, સંતાપ ને શમન કરી સાંત્વન અર્પનારા ભવનાથ દાદાની કૃપાથી મહાશિવરાત્રી નો મેળો નિર્વિધ્ને, વાદ- વિવાદ વગર, કોઈપણ પ્રકારની અગવડતા વગર સંપૂર્ણ શાંતિ, એકતા અને વહીવટી તંત્રના સુભગ સમન્વયથી સંપન્ન થયો છે જે બદલ આજરોજ જૂનાગઢ મનપા ના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, ડે.મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, સ્ટે.ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશિયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોડીયા, દંડક શ્રી ધરમણભાઇ ડાંગર એ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર, કલેકટર શ્રી, કમિશનર શ્રી મનપા જૂનાગઢ, ડીએસપી શ્રી, ડીઆઇજી શ્રી, જિલ્લા આરોગ્ય ટીમ, મહાનગર પાલિકા ના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ તથા મેળા અંતર્ગત ફરજ બજાવનારા પ્રત્યેક ઓન ડ્યુટી સ્ટાફ, સાધુ સંતો, અખાડા પરિષદના મહંતો, સફાઈ વિભાગના કર્મચારીઓ, જૂનાગઢની ખમીરવંતી જનતાને અભિનંદન પાઠવેલા છે તથા જાહેર આભાર માની આ લોકમેળાને સફળ બનાવી જનસુવિધાઓ નિરંતર સુપ્રાપ્ય કરાવવા બદલ બિરદાવેલ છે.

રિપોર્ટ : રવિન્દ્ર કંસારા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!