લુણાવાડાની રદ્દીની દુકાનમાંથી મળી આવ્યા સરકારી પુસ્તકો

મહીસાગર જિલ્લામાં સરકારી પુસ્તકો પસ્તીમાં કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે. બાળકોનો પુસ્તકો નથી મળતા ત્યારે સરકારી પુસ્તકો પસ્તીમાં આવી દેવાનો શો મતલબ? શું આવી રીતે ભણશે ગુજરાત? સરકારી ખાતામાં બધુ પોલમપોલ ચાલતુ હોવાનો બોલતો પુરાવો છે લુણાવાડા માં આવેલી એક ભાંગરની દુકાન મા પસ્તીમાં પડી રહેલા પુસ્તકો. એક તરફ શિક્ષણ મોંઘુદાટ થયું છે અને બીજી તરફ પસ્તીની દુકાનના આ પુસ્તકો સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. મહીસાગરમાં રદ્દી પેપરની દુકાનમાંથી મોટા પ્રમાણમાં સરકારી પુસ્તકો મળી આવ્યા છે.
સરકાર દ્વારા ગરીબ બાળકોને અપાતા પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યા છે. લુણાવાડાની એક પસ્તીની દુકાનમાં થેલાઓમાંથી મોટા પ્રમાણમાં પુસ્તકો મળી આવ્યા છે. ત્યારે સ્કૂલો દ્વારા જ પુસ્તકો પસ્તીમાં વેચી દેવાનો આરોપ આસપાસના લોકો લગાવી રહ્યાં છે. જેને લઇ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા કલેક્ટરને પણ જાણ કરાઇ છે. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે સરકારી પુસ્તકો પસ્તીમાં આપવાનો નિર્ણય કોને કર્યો ? જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પુસ્તકો પહોંચાડવાની તસ્દી કેમ ન લેવાઇ ? શું પાઠ્ય પુસ્તકો પસ્તીમાં આપનારા સામે કાર્યવાહી કરાશે ? અને શું જિલ્લા શિક્ષણાધિકારી આ મામલે કાર્યવાહી કરશે ?