આઉટલૂક મેગેજીન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણનો એવોર્ડ એનાયત

- ગુજરાત માટે અને સમગ્ર દેશ માટે એ ગૌરવનો વિષય છે.. રાજીવ ગુપ્તા
ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે ખ્યાતિપ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી ને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો છે જે ગુજરાત માટે અને સમગ્ર દેશ માટે એ ગૌરવનો વિષય છે. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક ડો.રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે નવી દિલ્હી ખાતે 20 ફેબ્રુઆરી 2020 ના રોજ પ્રવાસન ઉદ્યોગના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ ઓઉટલૂક ટ્રાવેલર એવોર્ડ 2020 ના સમારોહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ સ્થળ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
પ્રવાસી વર્ગમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સતત વધતી જતી લોકપ્રિયતા અને કેવડિયાના સંકલિત વિકાસ સાથે તાજેતરમાં ઉમેરવામાં આવેલા વિવિધ આકર્ષણોને ધ્યાને લઇ તેની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ઓઉટલૂક ટ્રાવેલર એવોડૅ પ્રવાસન ઉદ્યોગમાં સફળતાનું એક સીમાચિહ્ન ગણાય છે. વડાપ્રધાન ના વરદ હસ્તે 31 ઓક્ટોબર 2018 ના રોજ તેનું રાષ્ટ્રપર્ણ કયા પછી અત્યાર સુધીમાં 42 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઈ ચૂક્યા છે.
તાજેતરમાં તેની આસપાસ વિવિધ પ્રવાસન આકર્ષણ નો જેવા કે જંગલ સફારી, વિશ્વ વન, એકતા નર્સરી, કેકટ્સ ગાર્ડન,બટરફલાય ગાર્ડન, ડાયનોસર પાર્ક, આરોગ્ય એકતા વન, ન્યુટીશન પાર્ક, રિવર રાફ્ટિંગ, ખાલવાની ઈકો ટુરિઝમ, ઝરવાણી, ઈકો ટુરિઝમ વગેરેનો ઉમેરો થતા કેવડીયા હવે ફેમિલી હોલિડે ડેસ્ટિનેશન પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં વિશ્વ વિખ્યાત ટાઈમ્સ મેગેઝિન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વના 100 મહાન પ્રવાસન સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ચાલુ વર્ષે શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન અજાયબીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા