ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર પદે પંકજભાઈ ભુવા ની નિમણુક કરવામાં આવી

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર પદે પંકજભાઈ ભુવા ની નિમણુક કરવામાં આવી.
ભરૂચ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિ કન્વીનર પદે હેમાંગીબેન કેવડિયા નિમાયા.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ખાતે હમણાં જ સંગઠન માળખું ૨૦૨૧/૨૨ બનાવવા માટે બેઠક મળી હતી. જેમાં ગુજરાતભરના મુખ્ય જિલ્લા કન્વીનર ની નિમણુક પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં જીલ્લા કન્વીનર તથા જીલ્લા મહિલા કન્વીનર ની નિમણૂક કરવામાં આવી છે. દરેક જિલ્લા કન્વીનર ભાઇ ઓ અને જ્યાં પણ મહિલા સમિતિ છે જિલ્લા ના મહિલા કનવીનર ની યાદી જાહેર કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર પદે પંકજભાઈ ભુવા ની નિમણુક કરવામાં આવી છે જ્યારે ભરૂચ જિલ્લા મહીલા કન્વીનર પદે હેમાંગીબેન કેવડિયા ની નિમણુક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર પદે નિમણૂક પામેલા કન્વીનર પંકજભાઈ ભુવા તથા મહિલા કન્વીનર પદે હેમાંગીબેન કેવડિયા ની નિમણુક ને તમામ ભરૂચ જિલ્લા ની તાલુકા કમીટી દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા