જીલ્લા કલેકટર કે.સી.સંપટે મતદાન જાગૃતિ માટે ઇવીએમ ડેમોસ્ટ્રેશન વાનને લીલી ઝંડી આપી

જીલ્લા કલેકટર કે.સી.સંપટે મતદાન જાગૃતિ માટે ઇવીએમ ડેમોસ્ટ્રેશન વાનને લીલી ઝંડી આપી
Spread the love

જીલ્લા કલેકટર કે.સી.સંપટે મતદાન જાગૃતિ માટે ઇવીએમ ડેમોસ્ટ્રેશન વાનને લીલી ઝંડી આપી

આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટે કલેકટર કચેરી, કમ્પાઉન્ડ ખાતેથી ઊટખના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.


આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, આ નિદર્શન વાન સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રમણ કરીને
EVM/ VVPAT વિશે માહિતી આપશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગામનો ચોરો, બજાર, દૂધ મંડળી, ગ્રામ પંચાયત તેમજ શહેરી વિસ્તારમાં કોલેજ, યુનિવર્સિટીના કેમ્પસ, મોલ, થિયેટર, જીઆઇડીસી વિસ્તાર, ફૂડ મોલ, બગીચાઓ સહિતના વિસ્તારો કે જ્યાં વધુ સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય ત્યાં ભ્રમણ કરશે. વાનના નિદર્શન માટે અધિકારીશ્રીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે. વાનમાં રાખવામા આવેલા ઊટખ મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને સમજણ આપવામાં આવશે. આમ આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામા આવશે. વધુમાં જિલ્લા
કલેક્ટરશ્રીએ જિલ્લાવાસીઓને આ નિદર્શન વાન થકી મહત્તમ માહિતી મેળવવા અનુરોધ પણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને ઘ્યાને લઇ મતદારો જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઇવીએમ અને
વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી રાજ્યમાં મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા EVM ના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ કુલ 40 જેટલી કઊઉ વાન આપવામાં આવી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક વાનની ફાળવણી કરવામાં આવી છે. ગત લોકસભા ચૂંટણીમાં 50% થી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને
મહિલાઓના મતદાનનો તફાવત 10% થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્રતયા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઑડિયો/વિડિયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન આવી કઊઉ વાન પર કરવામાં આવનાર છે.

રિપોર્ટ જાડેજા દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!