હળવદમા શંકાસ્પદ પેરાસુટ સાથે બે થર્મોકોલના બોક્ષ પડતા ખળભળાટ
હળવદના વેગડવાવ રોડપર રબરના પેરાસુટ સાથે બે થર્મોકોલના બોક્ષ પડતાં વાડી માલિક ભયભીત થઈ જવાબદાર તંત્રને જાણ કરવામાં આવી હતી ધટનાની ગંભીરતા જાણી તાત્કાલિક નાયબ મામલતદાર તેમજ પોલીસ દ્વારા અજાણી વસ્તુઓનો કબજો લઈ આગળ તપાસ હાથ ધરી હતી. હળવદની વેગડવાવ રોડપર આવેલી વાડીમાં કપાસના ઉભા પાકમાં પેરાસુટ જેવી વસ્તુ પડતા વાડી માલિક બળદેવભાઈ દલવાડી ભયભીત થઈ હળવદ મામલતદાર વીકે સોલંકી તેમજ પોલીસ પીઆઇ એમ આર સોલંકીને જાણ કરવામાં આવી હતી જ્યારે ધટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસે રબરના પેરાસુટ તેમજ તેની સાથે રહેલા થર્મોકોલના બે બોક્ષનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી હતી.