ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે દસ લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય….!!

ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે દસ લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય….!!
Spread the love

સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા અદાલતોમાંથી આશરે 45 ઉપરાંતની માંદગી સહાયની અરજી હાથ પર લેવામાં આવેલી અને જેમાં ૪૫ જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે કૂલે રૂપિયા 10 લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અને સને 1992થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે (Gujarat Advocate Welfare Fund) મૃત્યુ સહાય તેમજ માંદગી સહાય સમિતિ દ્વારા જરૂરિયાત મંદ ધરાશાસ્ત્રીઓને આંશીક માંદગી સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માંદગી સહાય સમિતિના ચેરમેન દિલીપ પટેલ સભ્ય અનિલ કેલ્લા અને કિશોરકુમાર ત્રિવેદીની એક મિટિંગ મળી હતી. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માંદગી સહાય સમિતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા અદાલતોમાંથી આશરે 45 ઉપરાંતની માંદગી સહાયની અરજી હાથ પર લેવામાં આવેલી અને જેમાં ૪૫ જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે કૂલે રૂપિયા 10 લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

દસ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમિટીમાં પણ ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુ સહાય ફંડ અને માંદગી સમાજ સહાય ફંડની ખાસ અલગ જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં મૃત્યુ સહાય ફંડમાં વેલ્ફેર ફંડ, મેમ્બરશીપ ફી, રીન્યુઅલ ફી તેમજ વેલ્ફેર ફંડની ટિકિટ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવે છે. જ્યારે માંદગી સહાય રૂલ 40 હેઠળની લેવામાં આવે છે અને જેમાં જરૂરિયાત ધારાશાસ્ત્રીઓને આજીવન 3 વાર માંદગી સહાય આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓ જ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માંદગી સહાયનો લાભ મેળવવા હકદાર બને છે. તેમજ ગુજરાતના ધારાશાસ્ત્રીઓને વધુમાં વધુ રૂપિયા 90 હજાર સુધીની માંદગી સહાય આપવામાં આવે છે. તેમજ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ચૂકવવામાં આવે છે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ કરોડ જેટલી માંદગી સહાય ધારાશાસ્ત્રીઓને ચૂકવવામાં આવેલી છે.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!