ભુરીયા-કમાળી ગામ વચ્ચે રિક્ષા પલ્ટી થતા સવાર પેસેન્જરોને થઈ ઈજાઓ

અકસ્માતોની ઘટનાઓ ઘટવાને બદલે જાણે કે અકસ્માતના બનાવોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ અકસ્માતો રોજીંદા બની ગયા છે, ત્યારે થરાદ તાલુકામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. થરાદ તાલુકાના ભુરીયા કમાળી વચ્ચે રિક્ષા પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેનાથી રિક્ષામાં બેઠેલ પેસેન્જરોને ઈજાઓ પહોંચતાં 108 મારફતે થરાદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અજવાળી ચૌદશ હોવાના કારણે માંગરોળમાં પ્રખ્યાત શેણલ માતાજીના ધામે સૌ લોકો માનતા પૂરી કરવા કે દર્શનાર્થે માતાજીના ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે.
ત્યારે મુસાફરો રિક્ષામાં બેસીને માંગરોળ ખાતે માતાજીના દર્શન કરવા આવતાં હતા તે સમયે અચાનક રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પલ્ટી મરતા મુસાફરોને ઈજા પહોંચી હતી. જોકે વાહન બેફામ હંકારવાથી અકસ્માત સર્જાતાં પેસેન્જરો અકસ્માતનો ભોગ બને છે ત્યારે રિક્ષા નંબર GJ 08 Y 0516 જે પેસેન્જરોને લઈ રિક્ષા માંગરોળ તરફ જતી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો, રિક્ષા પલ્ટાતા ચાર મહિલા, બે પુરુષો સહિત ત્રણ બાળકોને ઈજાઓ થતાં સારવાર અર્થે 108 ને જાણ કરાતાં તાત્કાલિક 108 ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાઈ હતી. જોકે કોઈ અણબનાવ ન બનતાં હાશકારો અનુભવ્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત (થરાદ)