સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૮.૭૬ હેકટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની ૩૦ લીઝ કાર્યરત

સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૮.૭૬ હેકટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની ૩૦ લીઝ કાર્યરત
Spread the love

સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૮.૭૬ હેકટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની ૩૦ લીઝ કાર્યરત : ખાણ અને ખનીજ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને ૩૦ લીઝમાંથી રૂ. ૭૭૯ લાખથી વધુની રોયલ્ટીની આવક થઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૧૯૯૫ થી ૨૦૨૦ સુધીમાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ કુલ ૭૮.૭૬ હેક્ટર વિસ્તારમાં કાર્બોસેલ ખનિજના ખનન માટે કુલ ૩૦ લીઝને મંજૂરી આપવામાં આવી છે, જે હાલમાં કાર્યરત છે. આ કુલ ૩૦ લીઝમાંથી વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીમાં ૧૨ લીઝની માપણી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં આ ૩૦ લીઝમાંથી રાજ્ય સરકારને કુલ રૂ. ૭૭૯ લાખથી વધુની રોયલ્ટી સ્વરૂપે આવક થઈ છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ખાણ અને ખનીજ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

મંત્રી શ્રી રાજપૂતે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ ૩૦ લીઝમાંથી છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર ખનન અંગે કુલ પાંચ કેસ નોંધાયા છે. આ મંજૂર થયેલી લીઝમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ગેરકાયદેસર ખનન સામે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કામ લેવામાં આવે છે. આ પ્રકારના કેસમાં ગુનેગારો સામે પાસા તેમજ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીને કરોડોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તેમ, મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!