ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાં ૧,૯૩૦ જમીન રી સર્વેની અરજીઓનો નિકાલ કરાયો

ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાં ૧,૯૩૦ જમીન રી સર્વેની અરજીઓનો નિકાલ કરાયો-મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી શ્રી રાજપૂતે કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૯૦૪, કોડીનારમાં ૨૧૧, વેરાવળમાં ૧૩૧ તેમજ સૂત્રાપાડા તાલુકામાં ૬૮૪ એમ ચાર તાલુકામાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની કુલ ૧,૯૩૦ અરજીઓની જમીન રી સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને માઇક્રો પ્લાનિંગથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે.જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે. આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમ,મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300