પાટણ જિલ્લાનો ૨.૦૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર નર્મદા યોજના હેઠળ સિંચાઈ માટે આવરી લેવાયો

પાટણ જિલ્લાનો ૨.૦૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર નર્મદા યોજના હેઠળ સિંચાઈ માટે આવરી લેવાયો : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
પાટણ જિલ્લામાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે મુખ્યમંત્રીશ્રી વતી વિગતો આપતાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ ૨,૦૨,૦૬૪ હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે.
આ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત છ શાખા નહેરોનો સમાવેશ થાય છે. જે અંતર્ગત બોલેરા શાખામાં ૩૮,૯૫૦ હેક્ટર, રાજપુરા શાખામાં ૫૧,૪૪૮ હેક્ટર, અમરાપુરામાં ૩૬૨૪૬ હેક્ટર, ઝીંઝુવાડામાં ૪૩૧૨ હેક્ટર, રાધનપુર શાખામાં ૪૭૦૮૬ હેક્ટર અને કચ્છ શાખા નહેરમાં ૨૪૦૨૨ હેક્ટર એમ કુલ છ શાખા નહેરોનો સમાવેશ થાય છે. જેના દ્વારા કુલ ૨,૦૨,૦૬૪ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં, નર્મદા યોજના અંતર્ગત નક્કી થયેલા કમાન્ડ વિસ્તાર પૈકી સમગ્ર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300