સાંતલપુરમાં સર્વ જ્ઞાતિની 71 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં,કરિયાવરમાં 121 વસ્તુ અપાઈ…

સાંતલપુરમાં સર્વ જ્ઞાતિની 71 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં,કરિયાવરમાં 121 વસ્તુ અપાઈ…
શિવાજી સેના દ્વારા 23મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો..
પાટણ જીલ્લાના સાંતલપુરમાં પ્રથમવાર શિવાજી સંગઠન દ્વારા સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 71 નવદંપતીએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા શિવાજી સંગઠન દ્વારા તમામ દીકરીઓને કરિયાવર ભેટ અર્પણ કરી હતી સાથે તમામ દીકરીઓને ભગવદ્ ગીતા સોના ચાંદીના દાગીના ભેટ અર્પણ કરી હતી.
સાંતલપુર કચ્છ નેશનલ હાઇવે પર આવેલ ખુલ્લી જગ્યામાં રવિવારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ગુજરાત શિવાજી સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી સંસ્થા ગુજરાત ભરના 28 થી વધુ જિલ્લામાં સર્વ જ્ઞાતિના દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન કરી ચૂકી આશરે 4500 થી વધુ સર્વ જ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચૂકી છે તે સંસ્થા ના કાર્યકરો દ્વારા સાંતલપુર ખાતે પ્રથમ વાર સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન કર્યુ હતું જેમાં સર્વ જ્ઞાતિની દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં.પ્રભુતામાં પગલાં પાડેલ નવદંપતીઓ આર્શીવચન આપવા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવદંપતીને 71 દીકરીઓને 121 વસ્તુ કરિયાવર સોના ચાંદીના દાગીના ભેટમાં આપવામાં આવ્યા .સમૂહ લગ્નમાં કોઈપણ પ્રકારની ફ્રી લેવામાં આવી ન હતી શિવાજી સંગઠન દ્વારા વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શિવાજી સેના ના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી,લવિંગજી સોલંકી,નિલેશભાઈ રાજગોર,કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ,રતિલાલ.કે ઠાકોર,ખેંગારભાઈ મઢુત્રા,ઇશ્ર્વરભાઇ મસાલિયા વિષ્ણુભાઈ રઘાભાઈ ઠાકોર,નાથાલાલ ઠાકોર, વીર માંધાતા સંગઠન મોમાઈ સેવા ગ્રુપ ,રામદેવપીર યુવક મંડળ ચોરાડ,તેમજ કોલી સમાજના આગેવાનો પ્રમુખો દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપીને સમૂહ લગ્ન પ્રસંગે ને ભારે જહેમત ઉઠાવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300