જૂનાગઢ કલેકટરના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રીના મેળા અંગેની ડી- બ્રીફ મીટીંગ યોજાઈ

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રીના મેળા અંગેની ડી- બ્રીફ મીટીંગ યોજાઈ
જિલ્લા કલેકટરશ્રીએ ભવિષ્યમાં મૃગીકુંડ ખાતે સુચારૂ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે રિસ્ટ્રક્ચર સહિતના આયોજન માટે આપ્યાં દિશાનિર્દેશ
રવેડીમાં બિનજરૂરી લોકો પ્રવેશે નહીં અને રવેડીના દર્શન સામાન્ય લોકોને મુશ્કેલીઓ ન પડે તે પણ પરામર્શ
જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ભવિષ્યમાં મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો માટે વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરવા માટે વિચાર વિમર્શ કરાયો
જિલ્લા કલેકટરશ્રીએ મહાશિવરાત્રીના મેળામાં ખંતપૂર્વક ફરજ બજાવનાર અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા
જૂનાગઢ : કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રીના મેળા અંગે ડી- બ્રીફ મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળાને ભવિષ્યમાં વધુ બહેતર બનાવવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. સાથે જ અધિકારીશ્રીઓએ ફરજ દરમિયાનના અનુભવોની આપ- લે કરી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ મહાશિવરાત્રીના મેળાને સુચારું અને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓની ખંતપૂર્વક મહેનતને બિરદારી અભિનંદન આપ્યા હતા. ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓના પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રીએ જુદા જુદા વિભાગના અધિકારીઓએ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ જિલ્લા કલેકટરશ્રીએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, ભવિષ્યમાં મૃગીકુંડ ખાતે સુચારૂ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે રિસ્ટ્રક્ચર સહિતના આયોજન કરવામાં આવે તે જરૂરી છે. ઉપરાંત રવેડીમાં બિનજરૂરી લોકો પ્રવેશે નહીં અને રવેડીના દર્શન સામાન્ય લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટેની વ્યવસ્થા સંદર્ભે પણ જરૂરી દિશા નિર્દેશ કર્યો હતો.
આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળામાં સુચારુ રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે ધુણો લગાવનાર સાધુ માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ થઈ રહે તે માટે પણ વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય સેવાઓને પણ વધુ મજબૂત બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ખાસ કરીને લોકોનું આવા-ગમન સરળતાપૂર્વક થઈ શકે અને ટ્રાફિકનો પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભાવિકોને ભવનાથ સુધી પહોંચવા માટે વધુ મીડી બસ મૂકવામાં આવે તે માટે પણ કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
આમ, ભવિષ્યમાં મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો માટે વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળાના સુચારું અને સફળતાપૂર્વકના આયોજન માટે સાધુ સંતો સહિતના ગણમાન્ય લોકોએ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી અજય ઝાપડા, પોલીસ, આરોગ્ય, વન વિભાગ, સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300