રાધનપુર ખાતે પ્રજાપતિ સમાજના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા..

રાધનપુર ખાતે પ્રજાપતિ સમાજના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા..
તેજસ્વી તારલાઓનો સન્માન,ચોપડા વિતરણ અને બ્લડ ડોનેશનનું આયોજન કરાયું..
રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે ઇનામ વિતરણ,ચોપડા વિતરણ એન બ્લડ ડોનેશનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.દાતાઓ સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રાધનપુર ખાતે આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલય ખાતે રવિવારે શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 16મો ઇનામ વિતરણનું આયોજન કરાયું હતું.ધોરણ 5 થી ઉચ્ચ અભ્યાસ કરેલા પ્રથમ નંબર મેળવેલ 29 વિદ્યાર્થીઓ, બીજો ક્રમ મેળવનાર 16 અને ત્રીજો ક્રમ મેળવનાર 15 વિદ્યાર્થીઓ મળી કુલ 60 વિદ્યાર્થીઓને ચાંદીના સિક્કા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.70 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને પાણીની બોટલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રજાપતિ પ્રગતિ પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુર દ્વારા પ્રથમવાર ચોપડા વિતરણમાં 130 ડઝન ચોપડાનું વિતરણ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.51 બોટલ બ્લડ એકત્ર કરાયું હતું.આ કાર્યક્રમમાં સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિ,શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ પ્રજાપતિ, યુવા સંગઠનના પ્રમુખ પીનાકીનભાઈ પ્રજાપતિ સહિત તમામ ટ્રસ્ટીઓ સમાજના આગેવાનો, કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યકમમાં જોડાયા હતા
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300