જૂનાગઢમાં વિવિધ રમતોમાં વિજેતા બનેલા બાળકોના વાલીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું

જૂનાગઢમાં વિવિધ રમતોમાં વિજેતા બનેલા બાળકોના વાલીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની રમત ગમતની સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી પણ સક્રિયપણે બાળકોના વિકાસ માટે રસ રુચિ દાખવે છે.
જે અન્વયે વર્તમાન વર્ષ અન્વયે ખેલ મહાકુંભ ૩.૦ હેઠળ અંડર-૯ અને અંડર-૧૧ વયજૂથમાં સમાવિષ્ટ જુનાગઢ જિલ્લાના ૯ તાલુકા અને જુનાગઢ મહાનગરપાલિકાના ૮ ઝોનના ૧ થી ૮ ક્રમાંકમાં વિજેતા બનેલાઓના વાલીઓ સાથે સમીક્ષા બેઠક જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને ગત તારીખ ૦૭/૦૩/૨૦૨૫ ના રોજ રાખવામાં આવી હતી.
જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લાકક્ષાની સ્પોર્ટ્સ સ્કુલ યોજનાના વિવિધ લાભો અંગે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમાં ઉચ્ચસ્તરનું શિક્ષણ, નિવાસ, ભોજન, રમતની તાલીમ તથા જે તે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે પુરી પડવામાં આવે છે.
ઉપરોક્ત સમગ્ર આયોજન સુચારુ રૂપે થાય, તેને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન મુજબ સુનિયોજિત કરવા અને જુનાગઢ જિલ્લાના તમામ બાળકો જિલ્લાકક્ષાની સ્પોર્ટ્સ સ્કુલ યોજનાના લાભથી માહિતગાર બને, રમત ગમત ક્ષેત્રમાં તેમનો બાળપણથી જ પાયો મજબૂત બને તેવો ઉમદા ઉદ્દેશ્ય રહેલો છે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300