ભેંસાણ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુમશુદા મહિલાની માહિતી આપવા અનુરોધ કરાયો

ભેંસાણ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુમશુદા મહિલાની માહિતી આપવા અનુરોધ કરાયો
જૂનાગઢ : ભેંસાણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થયેલ નોંધ અનુસાર ખજૂરી હડમતીયા ભેંસાણ તાલુકાના ૩૫ વર્ષની વય ધરાવતા મહિલા ગુમશુદા થયેલ છે. તેમની ઊંચાઈ ૫.૬ ફૂટ છે, ઘંઉવર્ણો વાન ધરાવે છે. તેમજ આ કિશોરીનો બાંધો મધ્યમ છે, ગોળ ચહેરો, કાળી આંખો અને કાળા રંગના વાળ ધરાવે છે.
આ મહિલા ગત તારીખ ૧૦-૦૩-૨૦૨૫ ના સાંજના ૦૫:૦૦ કલાકના સમયગાળા દરમિયાન તેણીના રહેઠાણ પાસેથી ગુમશુદા બનેલી છે. તેણીએ સફેદ રંગની સાડી અને સફેદ રંગની ચૂંદડી ઓઢેલી છે. તેણી ગુજરાતી, હિન્દી ભાષાથી અવગત છે. આ મહિલા ગૃહ કંકાસના કારણે ઘરેથી નીકળી ગઈ છે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ ગુમશુદા મહિલાની માહિતી આપવા માટે તેણીના પરિવારજનના મોબાઈલ નંબર ૯૯૨૫૦૮૬૭૪૪ અને ભેંસાણ પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી એસ. એન.વાણીયાના મોબાઈલ નંબર ૯૯૦૯૦૦૯૬૩૧ પર સંપર્ક સાધી શકાશે. તેમ નોડલ ઓફિસરશ્રી મીસીંગ સેલ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.એસ.પટ્ટણી, મુખ્ય મથક જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300