જૂનાગઢમાં ત્રિમાસિક ગાળા અંતિત ઈ.આર-૧ પત્રક જિલ્લા રોજગાર કચેરીને મોકલવાનું રહેશે

જૂનાગઢમાં ત્રિમાસિક ગાળા અંતિત ઈ.આર-૧ પત્રક જિલ્લા રોજગાર કચેરીને મોકલવાનું રહેશે
જૂનાગઢ : રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ અને તે અન્વયેના નિયમો મુજબ ૧૯૫૯ મુજબ નોકરીદાતાએ દર ત્રણ માસે ત્રિમાસિક ગાળાના અંતે માર્ચ, જુન, સપ્ટેમ્બર તથા ડિસેમ્બર અંતિત અનુસાર તેમના નિયંત્રણ કેઠળ કામ કરતા અધિકારી/કર્મચારી/ કામદારોની માહિતી તેમજ એકમ ખાતે સેવા પુરી પાડતા કોન્ટ્રાકટર/ મેનપાવર સપ્લાયરની માહિતી દર્શાવતું ત્રિમાસિક ઈ.આર-૧ પત્રક ત્રિમાસિક સમય પૂર્ણ થયા પછી દિન-૩૦ ની સમય મર્યાદામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી- જૂનાગઢને ફરજીયાતપણે મોકલવાનું રહે છે.
જેમાં જે તે એકમનું માર્ચ-૨૦૨૫ અંતિત ઈ.આર-૧ ૫ત્રક આગામી તારીખ ૩૦/૦૪/૨૦૨૫ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢને મોકલી આપવાનું રહેશે. આ ઉપરાંત રોજગાર કચેરીઓના અધિનિયમ, ૧૯૫૯ ની જોગવાઈઓ તરફ ધ્યાન દોરતા જણાવવાનું કે તમામ નોકરીદાતાઓએ કાયદાની અત્રે જણાવેલી જોગવાઈઓનું ફરજીયાતપણે પાલન કરવાનું રહે છે.
જેમાં ઉક્ત કાયદાની કલમ ૪ (૨) અને રૂલ્સની કલમ ૪ અન્વયે ખાલી જગ્યાઓ ભરતા પહેલા તેની જાણ રોજગાર વિનિમય કચેરીને ફરજીયાત ધોરણે કરવાની છે, અન્યથા ઉપરોક્ત કાયદાનો ભંગ થયે શિક્ષાત્મક ગુન્હો બને છે. આ ઉપરાંત કલમ ૫ (૨) અને રૂલ્સની કલમ ૬ અન્વયે મહેકમની ત્રિમાસિક ગાળાની માહિતી માર્ચ અંતિત માહિતી એપ્રિલ સુધીમાં, જુન અંતિત માહિતી જુલાઈ સુધીમાં, સપ્ટેમ્બર અંતિત માહિતી ઓક્ટોબર સુધીમાં અને ડિસેમ્બર અંતિત માહિતી જાન્યુઆરી સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીને ફરજીયાત ધોરણે મોકલવાની છે, અન્યથા ઉપરોક્ત કાયદાનો ભંગ થયે શિક્ષાપાત્ર ગુન્હો બને છે.
જે તે એકમનું કાયદા હેઠળ નિર્ધારીત કર્યા મુજબ આકસ્મિક દફતર તપાસ નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. તેમજ કાયદા હેઠળનું નિભાવ કરવાનું થતું તમામ રેકર્ડ અદ્યતન રાખવાનું રહેશે. તેમજ તમામ નોંધાયેલ એકમોએ માર્ચ- ૨૦૨૫ અંતિત સમયગાળાની ઈ.આર.૧ પત્રકની માહિતી બિનચુક ફરજિયાતપણે આ સાથે સામેલ પત્રકમાં મોકલી આપવાની રહેશે. આ અંગે વધુ માહિતી તથા માર્ગદર્શન મેળવવા માટે જિલ્લા રોજગાર કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢનો સંપર્ક સાધી શકાશે. તેમજ ઉપરોક્ત પત્રક અંગે પણ માહિતી ત્યાંથી મેળવી શકાશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300