રાધનપુર: શ્રી રાપરીયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે..

રાધનપુર: શ્રી રાપરીયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે..
5 કરોડના ખર્ચે બનેલા ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા..
સમગ્ર ગુજરાતભરના રામાનંદી સાધુ સમાજ સહીત ભાવિ ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા જોડાશે..
સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન,પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય ડાયરો સંતવાણી યોજાશે તેમજ ગૌવંશ માટે ત્રિ-દિવસીય સેવા કાર્ય કરાશે..
પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુરથી મહેસાણા હાઇવે પર આવેલા શ્રી રાપરીયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રાધનપુર મહેસાણા હાઈવે પાસે આવેલ સમગ્ર વઢિયાર રામાનંદી સાધુ સમસ્ત પરિવારના શ્રી રાપરીયા હનુમાનજી દાદાના મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છૅ. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો લોકોના પ્રશ્નો હોય કે હનુમાનજીને અહીંયા રાપરીયા હનુમાનજી તરીકે કેમ ઓળખવામાં આવે છે. જેનો જવાબ આપતાં તમને જણાવી દઈએ કે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ ના ઇષ્ટદેવ હનુમાનજી હોય તમામ પ્રસંગે જેવાકે બાબરી, માનતા હોય કે પછી કોઈ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે વઢિયાર સાધુ સમાજના પરિવારને હનુમાનજી મઁદિર રાપર મુકામે આવેલ હોય ત્યાં જવું પડતું હતું.ત્યારે આ વાતને લઈને વઢિયાર સાધુ સમાજના આગેવાનો વડીલો દ્વારા એક પહેલ કરી વિચારણા સાથે હનુમાનજી દાદાનું રાધનપુર મુકામે મંદિર બનાવી અહીંયા જ ધાર્મિક કાર્યો કરવાનો ઉત્તમ વિચાર આવ્યો જેને લઈને સમાજબંધુઓને વાત કરતા વાત સ્વીકારતા દાદાની અખંડ જ્યોત રાપર મુકામે થી રાધનપુર લાવવામાં આવી હતી. અને રાપર થી જ્યોત લાવ્યા બાદ રાધનપુરમા બિરાજમાન કરતા નામ આપવામાં આવ્યું શ્રી રાપરીયા હનુમાનજી ત્યારથી રાધનપુરમા શ્રી રાપરીયા હનુમાન દાદા તરીકે આ મંદિર ઓળખાય છૅ દાદાના અનેક પરચા છૅ.અને હાલ લોકોનું આસ્થાનું કેન્દ્ર હોય મોટી સંખ્યામા ભાવિ ભક્તો નું ઘોડાપુર ઉમટી પડે છે.
રાધનપુરમા શ્રી રાપરીયા હનુમાનજી મંદિર 5કરોડના ખર્ચે બનીને તૈયાર,ભવ્ય મંદિરનું ટૂંક સમયમાં શિખર,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ :-
રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર નવ નિર્મિત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય નવીન મંદિર બનીને તૈયાર થયું છે. મુકામે મુખ્ય હનુમાનજી મંદિરના પરિસરમાં બિલકુમ દાદાની સામે ભાગે 20 જેટલા દેવી દેવતાના મંદિર બનાવવામાં આવ્યા છૅ.જે મઁદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાનજી દાદા શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય યોજાવા જઈ રહ્યો છૅ.
રાધનપુર શ્રી રાપરીયા હનુમાનજી દાદાના ધામમાં દર શનિવારે ભાવિ ભક્તજનો ની ભારે ભીડ જોવા મળે છૅ હજારો ની સંખ્યામાં દાદાના દર્શનાર્થે લોકો આવે છૅ. દર શનિવારે મીની ધાર્મિક મેળો જોવા મળે છૅ.
છેલ્લા 1 વર્ષથી વધુના સમયથી મંદિરનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે હવે 2025મા શ્રી રાપરીયા હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યુંછે. ત્યારે સમસ્ત વાઢિયાર રામાનંદી સાધુ સમાજ અને સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુની અથાગ મહેનતથી રાધનપુરમા ભવ્ય મંદિરનું નિર્માણ થયું છૅ ત્યારે આગામી તા. 22/03/2025 તા.23/03/2025 તા.24/03/2025 નારોજ ત્રિ દિવસીય અલગ અલગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ધાર્મિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છૅ. સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજના દ્વારા શ્રી રાપરીયા દાદાના સ્થાનકે ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રાધનપુરમા ગુજરાતના પ્રતિષ્ઠિત કલાકારો ગોપાલ સાધુ,બિંદુ રામાનુજ, નવીન ભાટીના સ્વરે ભવ્ય સંતવાણી કાર્યક્રમ:-
રાધનપુર મુકામે શ્રી રાપરીયા હનુમાનજી દાદાના મંદિર ખાતે ફાગણ વદ 9 નોમ અને તા. 23/03/25ના રવિવારના રોજ 9:00 કલાકે સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. અને 3 દિવસ દાદાના ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. જયારે 23.3.2025ના રાત્રીના 9.કલાકે ભવ્ય ડાયરો સંતવાણી નો પ્રોગામ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના પ્રતિષ્ઠિત કલાકારોમાંના ગોપાલ સાધુ બિંદુ રામાનુજ અને નવીન ભાટીના સ્વરે ભવ્ય લોક ડાયરો સંતવાણી કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે લોક ગીતોના સહારે ભજન અને સંતવાણી અને લોકગીતોની રમઝટ બોલાવશે.અત્રે ઉલ્લેખનીય છે કે સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા વઢીયાર વિભાગ અને રાધનપુરની પ્રજાજનોને રામાનંદી સાધુ સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છૅ.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જીલ્લાના રાધનપુર મુકામે શ્રી વઢિયાર રાપરીયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત વઢીયાર રામાનંદી સાધુ સમાજ અને કારોબારી મંડળ દ્વારા મંદિર નિમાર્ણનું કાર્ય હાલમાં પુર્ણતાના આરે હોય ભવ્ય મંદિર જે 5કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ટ્રસ્ટ ધ્વારા હાલમાં ભોજનાલય તથા ઉતારા સહિતની વ્યવસ્થા અને વાહન પાર્કિંગ થી લઈને તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ પરીવારજનોએ આ ધાર્મિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા ઉપસ્થિત રહેવા માટે ટ્રસ્ટના પ્રમુખ ચંદુભાઇ બી સાધુ , ઉપ પ્રમુખ માખણદાસ એસ સાધુ અને મંત્રી નરસિંહભાઈ એ સાધુ દ્વારા અને શ્રી રાપરીયા રામાનંદી સાધુ યુવા મંડળ દ્વારા વધુમાં વધુ લોકો આ ધાર્મિક કાર્યક્રર્મોમાં હાજરી આપે તેવી અપીલ કરવામાં આવી છે તેવુ યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300