ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અભિવાદન અને સન્માન સમારોહ સાથે સંગીત સંધ્યા નું આયોજન

કિંજલ ભટ્ટ ચાંદોદ
ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં કૌશલ્ય પ્રતિભા મેળવનાર સમાજના પ્રતિભાવશાળી બાળકો યુવાનો યુવતીઓ તેમજ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનારા સન્માનનીય વ્યક્તિઓના સન્માન સમારોહ સાથે સંગીત સંધ્યા નું આયોજન રવિવારના રોજ શ્રી બી એન હાઇસ્કુલના પટાંગણમાં યોજાયું હતું જે કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે શ્રી નર્મદા સંસ્કૃત મહાવિદ્યાલય ભરૂચના પ્રધાનાચાર્ય શ્રી શ્રી હરેશભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ અને પંથકના બ્રાહ્મણો નુ સંગઠન મજબૂત તેમજ સાથે મળી સમાજોત્થાનના કાર્યો થઈ શકે, વિવિધ ક્ષેત્રમાં કામ કરતા બ્રાહ્મણ બંધુઓને પ્રોત્સાહન મળી રહે અને સમાજ ઉત્તરોતર પ્રગતિ કરે તેવા શુભાશય સાથે સમાજના વડીલોના સક્રિય પ્રયત્નોથી શ્રી ચાંદોદ પંથક સમસ્ત બ્રહ્મ સમાજની 1995 માં સ્થાપના કરાઈ જે બાદ સંસ્કાર ધામનું નિર્માણ સહિતના અનેક કાર્યો ને વેગ મળ્યું. સમયાંતરે વિવિધ આયોજનો, શિબીરો, કેમ્પ,ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજ અને નગર ઉપયોગી કાર્યો હાથ ધરી ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને સુવાસ ફેલાવી છે જે આજે પણ અવિરત રીતે મહેંકી રહી છે
ત્યારે શ્રી ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જુદાજુદા ક્ષેત્રમાં કૌશલ્ય પ્રતિભા મેળવેલ વિદ્યાર્થીઓ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનારા સન્માનનીય વ્યક્તિઓ ના અભિવાદન અને સન્માન સમારોહ સાથે સંગીત સંધ્યા નું સુંદર આયોજન બી.એન હાઇસ્કુલ પટાંગણમાં કરાયું હતુ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300