ધનસુરાના કોલવડા ગામે 2 ટીઆરબી જવાનો અને 1 જીઆરડી જવાનોને વિદેશી દારૂના જથ્થા સાથે દબોચતી પોલીસ

ધનસુરાના કોલવડા ગામે 2 ટીઆરબી જવાનો અને 1 જીઆરડી જવાનોને વિદેશી દારૂના જથ્થા સાથે દબોચતી પોલીસ
Spread the love
  • ધનસુરાના નવનિયુક્ત પોલીસ ઈન્સ્પેક્ટર દીપીકા પ્રજાપતિએ છબી ખરડાયેલા પોલીસ કર્મીઓને નશ્યત કરવાની તાતી જરૂર
  • ધનસુરા પોલીસ મથક વિસ્તારમાં એક પોલીસ કર્મીના ઘેરથી દારૂ ઝડપાયો : હવે TRB અને GRD જવાનો વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયા
  • ધનસુરા પોલીસની ડી સ્ટાફની કામગીરી સામે ઉભા થયા સવાલો… વિદેશી દારૂનું કટિંગ અને વિદેશી દારૂ મંગાવનાર કોણ..??
  • અરવલ્લીના કેટલાયે પોલીસ મથકોમાં પોલીસ કર્મીઓ પડ્યા પાથર્યા હોવાની લોકચર્ચા….

અરવલ્લી જીલ્લાના પોલીસ તંત્રને પોલીસ કર્મીઓએ જ બદનામ કરવા માટે બીડું ઝડપ્યું હોય તેમ લાગી રહ્યું છે. અરવલ્લી જીલ્લામાં ટીઆરબી જવાનો અને જીઆરડી જવાનો પણ બુટલેગર પોલીસ કર્મીઓના પંથે આગળ વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ધનસુરા પોલીસ મથક અને ડી સ્ટાફની મીઠી નજર હેઠળ આ બધું ચાલતું તેવી લોકચર્ચાઓ જીલ્લાભરમાં જોર પકડયું છે. પહેલાં ધનસુરા પોલીસ મથક વિસ્તારમાં રહિયોલ ગામેથી પોલીસ કર્મીના ઘેરથી એલસીબીએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યા બાદ ધનસુરા પોલીસ મથકના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર દીપિકા પ્રજાપતિએ સતર્કતા દાખવી કોલવડા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી તો પાડ્યો પણ તેમાં ટીઆરબી અને જીઆરડી જવાનોની સંડોવણી સામે આવી છે.

અરવલ્લી જીલ્લાના ધનસુરા પોલીસ મથક વિસ્તારમાં ધનસુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દીપિકા પ્રજાપતિ સહિતની ટીમે કોલવડા ગામની સીમમાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમી આધારે ત્રાટકતાં બુટલેગરો પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. બુટલેગર ટીઆરબી જવાન સુનિલકુમાર દીપકભાઈ ખાંટ, બુટલેગર જીઆરડી પ્રદીપકુમાર મુકેશભાઈ ખાંટ, બુટલેગર ટીઆરબી જ્યદીપકુમાર દલપતસિંહ તલાર અને બુટલેગર કરણ કુમાર રત્નાભાઇ ખાંટ એકબીજાની મદદ કરીને પીકઅપ ડાલા નંબર RJ 21GE 0078 માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું કોલવડા ગામની સીમમાં કટિંગ કરાવતા હતા.

આ સમયે બે બુટલેગર ટીઆરબી સુનિલકુમાર દીપકભાઈ ખાંટ, રહે. કોલવડા, તા. ધનસુરા અને જીઆરડી પ્રદિપકુમાર મુકેશભાઇ ખાંટ ઝડપાઇ ગયા હતા,જ્યારે અન્ય 3 બુટલેગર ફરાર થઈ ગયા હતા. ધનસુરા પોલીસની ટીમે વિદેશી દારૂની અલગ અલગ 1239 નંગ બોટલ મળીને કુલ 1,96,770 રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.

રિપોર્ટ : નિલેશ પટેલ (અરવલ્લી)

Admin

Admin

9909969099
Right Click Disabled!