કડી કેમ્પસના 1165 વિદ્યાર્થીઓને 2.5 કરોડની સ્કોલરશીપ એનાયત કરવામાં આવી

કડી કેમ્પસના 1165 વિદ્યાર્થીઓને 2.5 કરોડની સ્કોલરશીપ એનાયત કરવામાં આવી
Spread the love

કડી કેમ્પસના 1165 વિદ્યાર્થીઓને 2.5 કરોડની સ્કોલરશીપ એનાયત કરવામાં આવી

જે સંસ્થા પોતાના ઉદ્દેશ્યોને વળગી રહે છે તે સમાજમાં જળવાઈ રહે છે – વલ્લભભાઈ એમ. પટેલ

સમાજે વિદ્વવાનોને મહત્વ આપવું જોઈએ – ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ

કડી-ગાંધીનગર : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર દ્વારા પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ. એમ. પટેલ (સાહેબ)ની 13મી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના 1165 વિદ્યાર્થીઓને 2.5 કરોડ રૂપિયાની સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ કડી મુકામે યોજાયો હતો. જેમાં સંસ્થાના દાતાશ્રીઓ તથા ટ્રસ્ટ્રી મંડળના સભ્યોના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.

વર્તમાન ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ દ્વારા પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ એમ. પટેલની સ્મૃતિમાં 12 જાન્યુઆરી 2013 પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે “માણેકલાલ એમ. પટેલ મેમોરીયલ સ્કોલરશીપ” તેમની સ્મૃતિમાં યોજવામાં આવે છે. સ્વ. માણેકલાલ સાહેબ સંસ્થાના મંત્ર ‘કર ભલા હોગા ભલા’ના સાર્થક કરીને ‘શિક્ષણ એ જ સાચી સેવા’ના સૂત્ર આપ્યું હતું. તેઓએ સર્વ વિદ્યાલય પરિવારને એક વટવૃક્ષ બનાવ્યું છે. પ્રેરણા સ્વરૂપે વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.
આ સ્કોલરશીપને બે ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં મેરીટ આધારિત વિદ્યાર્થીઓને શ્રી માણેકલાલ એમ. પટેલ મેમોરીયલ સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે. જેની સંખ્યા આ વર્ષે 423 છે. જ્યારે આર્થિક રીતે જરૂરત મંદ વિદ્યાર્થીઓને “શ્રી માણેકલાલ એમ. પટેલ મીન્સ સ્કોલરશીપ” આર્થિક સહાયરૂપે (ફી માફી) સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓની સંખ્યા 742 છે. આમ કુલ 1165 વિદ્યાર્થીઓને રૂપિયા 2.5 કરોડની સ્કોલરશીપ સંસ્થાના દાતાશ્રીઓના હસ્તે એનાયત કરવામાં આવી હતી.

આ અવસરે દાતાશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વલ્લભભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ સ્કોલરશીપની પ્રથા શરૂ કરવા બદલ અભિનંદન. સાથે તેઓએ સમાજને દિશા નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, વ્યક્તિમાં રહેલી વિદ્વતાને સમાજે ખૂબ જ મહત્વ આપવું જોઈએ. વિદ્વાનો અમર છે.
જયારે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગરના ચેરમેનશ્રી અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, છગભા દ્વારા આપવામાં આવેલ સૂત્ર ‘કર ભલા હોગા ભલા’ના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. માણેકલાલ સાહેબે આ સૂત્રને આત્મસાત કરીને ચરિતાર્થ કર્યું છે. આજે 105 વર્ષે પણ આ સંસ્થા તેજ ઉદ્દેશ્યો સાથે આગળ વધી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે સંસ્થા પોતાના હેતુઓ અને ઉદેશ્યોને જાળવી આગળ વધે છે તે સંસ્થા જ સમાજમાં જળવાઈ રહે છે.
આ સાથે વલ્લભભાએ ઉમેર્યું હતું કે, આ વર્ષથી સંસ્થાના દાતાશ્રી વિઠ્ઠલભભાઈ પટેલના હસ્તે હ્યુમનિટી એન્ડ સોશ્યલ સાયન્સ માટે‘ અનિતા અડકે સ્કોલરશીપ’ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે ‘મિહિર પટેલ સ્કોલરશીપ’ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
આ પ્રસંગે સર્વ વિદ્યાલય કેળવણા મંડળના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીના પ્રમુખશ્રી, મનુભાઈ જે પટેલ, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર પ્રમુખશ્રી વિષ્ણુભાઈ પટેલ, કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખશ્રી ડૉ. મણિભાઈ પટેલ, દાતાશ્રીઓમાં ભગુભાઈ પટેલ, ડૉ. વિઠ્ઠલભભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, શંકરલાલ પટેલ, અરવિંદભાઈ પટેલ, ડૉ.કે.સી. પટેલ, પારૂલબેન સંજયભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, નયનભાઈ પટેલ, અમ્બરભાઈ પટેલ, સહિત સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, કોલેજના ડાયરેકટર, આચાર્ય, પ્રાધ્યાપગણ, કર્મચારીગણ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(2025થી સંસ્થાના દાતાશ્રી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા માનવવિદ્યા અને સમાજવિદ્યા ક્ષેત્રમાં ‘અનિતા અડકે સ્કોરશીપ’ જે હ્યુમનિટી એન્ડ સોશ્યલ સાયન્સના વિદ્યાર્થીઓન અને ‘મિહર પટેલ સ્કોરશીપ’ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી પર વિદ્યાર્થીઓને આપવામાં આવશે.)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!