સમી : રાફુ ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ..

સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ..
જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને શિબિર યોજાઈ..
૩૦૦ થી વધુ પશુપાલકોએ પશુ સંવર્ધન, પશુ પોષણ, પશુ માવજત અને પશુ આરોગ્ય અંગે માર્ગદર્શન મેળવ્યું
જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને સમી તાલુકાના રાફુ ગામે ૧૨ મી માર્ચના રોજ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ૩૦૦ થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો. જેમાં પશુપાલન ખાતાના વિવિધ નિષ્ણાતો દ્વારા પશુપાલકોને પશુ સંવર્ધન, પશુ પોષણ, પશુ માવજત અને પશુ આરોગ્ય જાળવવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ પશુપાલકોના પશુઓ સંદર્ભે પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોરે જિલ્લાના પશુપાલકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શ્રેષ્ઠ પશુપાલન કરી વધુ દુધ ઉત્પાદન મેળવી આર્થિક સધ્ધર થવા હાકલ કરી હતી. પશુપાલન વ્યવસાય એક એવો વ્યવસાય છે જે શિક્ષિત- અભણ, ગરીબ, મધ્યમ, અમીર કે કોઇપણ ઉંમરનો વ્યક્તિ કરી શકે છે અને દર દસ દિવસે રોકડી આવક મેળવી પરિવારનું ગુજરાન કરી શકે છે. ઉત્તમ ઓલાદની ગાય-ભેંસ રાખી વૈજ્ઞાનિક પધ્ધતિઓ જેવી કે, સેકસડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરાવવા, રસીકરણ કરાવવુ, કૃમિનાશક દવા પીવડાવી જેવા લાભો સારવાર કેમ્પમાં મેળવી પશુ આરોગ્ય જાળવવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો.
વધુમાં પ્રમુખએ જણાવ્યુ હતુ કે, દેશના વિકાસમાં પશુપાલન અને ખેડુતોનો બહુ મોટો ફાળો છે. પશુપાલક દુધ ઉત્પાદનથી મોટી આજીવિકા ઉભી કરી દેશને સફળતા તરફ દોરી રહ્યા છે. પશુઓની તંદુરસ્તી જળવાય તે માટે પણ સરકારના પુરતા પ્રયત્નો થકી પશુ આરોગ્ય મેળાનું તબકકા વાર આયોજન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક પધ્ધતિ અને પશુપાલનમાં આવેલ નવીન ટેકનોલોજીની માહિતી પશુપાલન શિબિર થકી પશુપાલક સુધી પહોંચાડવાનો સરકારનો ભગીરથ પ્રયાસ સફળ રહ્યો છે.
શિબિરમાં સંજયભાઈ દવે, બાબુજી ઠાકોર ચેરમેન ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ જિ. પં., પાટણ, બાવાજી ઠાકોર ઉપ પ્રમુખ સમી તાલુકા પંચાયત, સમી તાલુકા પંચાયત સદસ્ય માનસિંહભાઈ ચૌધરી, સમી તાલુકા પંચાયત સદસ્ય દિલીપજી ઠાકોર , અગ્રણી ભુપતજી ઠાકોર, માજી સરપંચ જીતુદાન ગઢવી ગામ અગ્રણી ભરતભાઈ ડાભી અને તાલુકાના અને જિલ્લાના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવી હતી.
શિબિરનું સંચાલન ડૉ.બી.એમ. સરગરા જિલ્લા પશુપાલન અધિકારીના માર્ગદર્શન હેઠળ ડૉ.એમ.એ.ચૌધરીએ કર્યું હતું. શિબિરમાં ડો.રાજુભાઈ ચૌધરી, ડૉ.તુષારભાઇ પટેલ, ડૉ. એન.એસ.પટેલ, ડૉ.વિપુલભાઇ ડૉ.વિજયભાઈ પરમારએ પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300