જૂનાગઢ : વડાલ ગામે વાસ્મો સમિતિ દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિરણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તાલુકામાં વડાલ ગામે વાસ્મો સમિતિ દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિરણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના વડાલ ગામે વાસ્મો સમિતિ દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિરણ કાર્યક્રમનું ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત નાગરિકોને પીવાના પાણી અને આરોગ્ય વિષય આધારિત પ્રાસંગિક ઉદ્બોધન શ્રીમતી સંગીતાબેન બાબરીયા, આસિસ્ટન્ટ મેનેજરશ્રી વાસ્મોએ આપ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ કાર્યરત કાર્યક્રમ લોકભાગીદારી અને લોક વ્યવસ્થાપન દ્વારા ગ્રામ્ય પાણી પુરવઠા યોજનામાં મહિલાઓની ભાગીદારી અંગે માહિતી ડેપ્યુટી મેનેજરશ્રી એલ.એ.પીઠીયા, વાસ્મો દ્વારા આપવામાં આવી હતી. મહિલા સુરક્ષા અને બાળ સુરક્ષા વિશે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી મહિલા મોરચા જૂનાગઢના મંત્રી શ્રીમતી જાગૃતિબેન સુવાગીયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડો.કિરણબેન રામાણીએ આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત અને રૂપરેખા શ્રીમતી આઈ.આર. કૈલા, ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટરશ્રી વાસ્મોએ આપી હતી. તેમજ પ્રાસંગિક પ્રવચન એચ.બી.સોનેજી, યુનિટ મેનેજરશ્રી વાસ્મોએ આપ્યું હતું. આભાર દર્શન સાથે સમગ્ર સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300