દક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ – પુનઃસ્થાપન અંતિમ તબક્કામાં

દક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ – પુનઃસ્થાપન અંતિમ તબક્કામાં
Spread the love

દક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ – પુનઃસ્થાપન અંતિમ તબક્કામાં

વડોદરા : આજે બપોરે લગભગ 14:50 કલાકે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમમાં અવરોધ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં લગભગ 4500 મેગાવોટ (MW) નો અચાનક લોડ ડ્રોપ નોંધાયો હતો. પરિણામે તીવ્ર વોલ્ટેજ ડીપ સર્જાતા સિસ્ટમમાંથી મોટા પ્રમાણમાં લોડ નીકળી ગયો હતો.

આ વિક્ષેપના કારણે સાત 400 kV ટ્રાન્સમિશન લાઈનો ટ્રિપ થઈ અને વીજ ઉત્પાદન પ્લાન્ટ પ્રભાવીત થયા હતા અને તીવ્ર વોલ્ટેજ ફેરફાર થયો હતો, જેના પરિણામે ઉકાઈ, કાકરાપાર અને SLPP પાવર સ્ટેશનો બંધ થઈ ગયા.

વીજ પુરવઠાની પુનઃસ્થાપન પ્રક્રિયાને તાત્કાલિક પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં 90% વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, અને સાંજે 19:00 કલાક સુધી સિસ્ટમ સંપૂર્ણપણે સ્થિર થવાની અપેક્ષા છે. ઉપરાંત, તારાપુર એટોમિક પ્લાન્ટ અને SLPP યુનિટ્સ ફરી કાર્યરત થઈ ગયા છે, જ્યારે ઉકાઈ થર્મલ યુનિટ્સ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થશે.

GUVNL ગુજરાતમાં અવિરત અને સ્થિર વીજ પુરવઠા માટે પ્રતિબદ્ધ છે. અમે તમામ હિતધારકોનો સહકાર અને સહનશીલતા માટે આભાર માનીએ છીએ.

સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC)

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!