આણંદ મહાનગરપાલિકા વિસ્તારના મિલ્કત ધારકો એ વપરાશ કરતા પહેલા પરવાનગી મેળવવી જરૂરી

આણંદ મહાનગરપાલિકા વિસ્તારના મિલ્કત ધારકો/વહીવટકર્તાઓ, બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો, પ્રમોટરોએ બાંધકામ પૂર્ણ થયેથી મિલ્કત વપરાશ કરતા પહેલા બાંધકામ વપરાશ પરવાનગી મેળવવી જરૂરી
BU Permission મેળવ્યા વિના ઉપયોગ કરનાર સામે કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરાશે – મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના
આણંદ : આણંદ મહાનગપાલિકા વિસ્તારમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરતાં પહેલા ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ બાંધકામ વિકાસ પરવાનગી ફરજિયાત પણે મેળવવાની હોય છે, તેમજ બાંધકામ પૂર્ણ થયેથી મિલ્કત વપરાશ કરતા પહેલા BU Permission (બાંધકામ વપરાશ પરવાનગી) મેળવવાની રહે છે. બાંધકામ વપરાશ પરવાનગી મેળવ્યા વગર બાંધકામવાળી મિલકતનો ઉપયોગ કરવો શિક્ષાપાત્ર તેમજ ગુન્હાપાત્ર છે. જેથી આણંદ મહાનગરપાલિકા વિસ્તારના મિલ્કત ધારકો/વહીવટકર્તાઓ બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો, પ્રમોટરો તથા જાહેર જનતા વિગેરેને બાંધકામ પૂર્ણ થયેથી, મિલ્કત વપરાશ કરતા પહેલા બાંધકામ વપરાશ પરવાનગી મેળવી લેવા આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા જણાવવામાં આવ્યું છે
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામ વપરાશ પરવાનગી મેળવ્યા સિવાય ઉપયોગ કરનાર મિલકતધારકો /વહીવટકર્તાઓ, બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો, પ્રમોટરો, ચેરમેન/સેક્રેટરી તથા તમામ હિત સબંધ ધરાવનાર વ્યકિતઓ સામે કાયદાની જોગવાઈ ને આધીન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયુ છે
રિપોર્ટ : ભૂમિકા પંડ્યા. આણંદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300