પાટણ શહેરમાં હોળી- ધૂળેટી ના પવૅને લઈ ધાણી- ખજુર અને ચણાની ખરીદી મા તેજી..

પાટણ શહેરમાં હોળી- ધૂળેટી ના પવૅને લઈ ધાણી- ખજુર અને ચણાની ખરીદી મા તેજી..
ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દરેક વસ્તુ મા કિલોએ રૂ. ૫૦ નો વધારો જોવા મળ્યો..
પાટણ શહેરમાં હોળી-ધુળેટી પર્વને લઈને બજારો માં ધાણી, ચણા અને ખજૂરની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. કારીગરો વિશિષ્ટ પ્રકારની ધાણી બનાવવામાં વ્યસ્ત બન્યા છે.
આ વર્ષે આર્જેન્ટીનાની અમેરિકન ધાણી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જારની ગોગળા વગરની ધાણી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો છે. સ્પેશિયલ સિંગ ૨૨૦ રૂપિયા અને સ્પેશિયલ ચણા ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે.
ખજૂરમાં વિવિધ વેરાયટી ૧૦૦ થી ૭૦૦ રૂપિયા સુધીના ભાવે ઉપલબ્ધ છે.ગત વર્ષની સરખામણીમાં તમામ વસ્તુઓમાં સરેરાશ ૫૦ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. જે ધાણી ગત વર્ષે ૧૦૦ રૂપિયે મળતી હતી તે આ વર્ષે ૧૫૦ રૂપિયે વેચાઈ રહી છે.
આરોગ્યની દૃષ્ટિએ પણ આ ખાદ્ય પદાર્થો ખૂબ ફાયદાકારક છે. ધાણી અને ચણા કફ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ખજૂર લોહી અને વજન વધારવામાં સહાયક છે. ચક્કર, બળતરા કે ઉલટીના સમયે ધાણી અને ખજૂરનું પાણી રાહત આપે છે.
આમ, હોળી-ધુળેટી પર્વ પર આ પરંપરાગત વાનગીઓ ધાર્મિક મહત્વની સાથે આરોગ્ય માટે પણ લાભદાયી સાબિત થઈ રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300