પાટણ યુનિવર્સિટી દ્વારા ત્રણ તબક્કામાં લેવાનાર વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરાઈ

પાટણ યુનિવર્સિટી દ્વારા ત્રણ તબક્કામાં લેવાનાર વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરાઈ..
પાટણ યુનિવર્સિટી દ્વારા ત્રણ તબક્કામાં લેવાનાર વાર્ષિક પરીક્ષાની તૈયારી
ઓ શરૂ કરાઈ હોવાનું યુનિવર્સિટી ના પરિક્ષા વિભાગના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
યુનિવર્સિટી દ્વારા ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવેલ પરિક્ષા મામલે પરિક્ષા નિયામકે જણાવ્યું હતું કે આગામી 27 માર્ચ થી સ્નાતક સેમ 6 અને અનુસ્નાતક સેમ 4 ની પરીક્ષાનો પ્રારંભ થશે તો 7/4/25 થી સ્નાતક સેમ 4 ની પરીક્ષા નો પ્રારંભ થશે અને 21/4/25 થી સ્નાતક કક્ષાની સેમ 2 અને અનુસ્નાતક સેમ 2 ની પરીક્ષા યોજવામાં આવશે જેમાં સંલગ્ન ઉત્તર ગુજરાતની 500 થી વધુ કોલેજના 130 સેન્ટર પર બંને સેમના સ્નાતક અને અનુસનાતક ના 2.20
લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.તેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સદર પરીક્ષાઓ ત્રણ તબક્કામાં લેવામાં આવનાર છે જેમાં પ્રથમ તબક્કો સ્નાતક કક્ષાની સેમેસ્ટર 6 તથા અનુ
સ્નાતક કક્ષાની સેમીસ્ટર 4ની પરીક્ષાઓ તા. 27 માર્ચથી શરૂ થશે. બીજા તબક્કાની અંદર સ્નાતક કક્ષાની સેમીસ્ટર 4 ની પરીક્ષાઓ જે તા. 7 એપ્રિલથી શરૂ થશે તેમજ ત્રીજો તબક્કામાં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 2ની પરીક્ષાઓ યોજાશે જે 21 એપ્રિલથી શરૂ થશે.ત્રણે તબક્કામાં મળીને અંદાજિત 130 જેટલી પરીક્ષાઓ લેવામાં આવનાર છે જેની અંદર લગભગ 2,30 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સમગ્ર પરીક્ષાઓ ત્રણ સેશનમાં લેવાનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300