સમીના જલાબાદ નજીક ચણાથી ભરેલ ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ખેડૂતને નુકશાન..

સમીના જલાબાદ નજીક ચણાથી ભરેલ ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ખેડૂતને નુકશાન..
Spread the love

સમીના જલાબાદ નજીક ચણાથી ભરેલ ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ખેડૂતને નુકશાન..

હારીજ માર્કેટ યાર્ડ તરફ જઈ રહેલ ચણાથી ભરેલ ટ્રેક્ટર રસ્તાથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો, ખેડુતને આર્થિક અને વાહનમા મોટુ નુકશાન..

પાટણ જીલ્લાના સમી તાલુકાના જલાબાદ નજીક ચણાથી ભરેલ ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ખેડૂતને નુકશાન થવા પામ્યું હતું. મળતી માહિતી મુજબ જાખેલ ગામના ખેડુત લક્ષ્મણભાઈ ભુરાભાઇ આહીર પોતાના ખેતરના ચણા વેચાણ અર્થે હારીજ માર્કેટ યાર્ડ જઈ રહેલ હતા જે દરમ્યાન સમીના જલાલાબાદ નજીક અકસ્માત સર્જાયો હતો.
સામેથી આવી રહેલ ગાડી ની ફેસ લાઈટ ખેડુત ટ્રેક્ટર ડ્રાંઇવર ના આંખે આવતા ડ્રાંઇવર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર રસ્તા થી નીચે ઉતરી જતા ચણાથી ભરેલ ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું અને ખેડૂતને માર્કેટ યાર્ડ પહોંચ્યા પહેલા અકસ્માત નડ્યો હતો.
મળતી વિગતો મુજબ અને ખેડૂતના ભત્રીજા ગિરીશભાઈ પરબતભાઈ આહીરના જણાવ્યા મુજબ સમીના જલાબાદ નજીક ચણાથી ભરેલ ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા આર્થિક નુકશાન થયું છૅ.ખેડુત ના ભાગીયા તરીકે કામ કરતા ઠાકોર શામજીભાઈ હમીરભાઇ અદગામના જણાવ્યા મુજબ આશરે 300 મણ જેટલા ચણાનું નુકશાન થયુ છૅ.
ખેડુત ઠાકોર શામજીભાઈ હમીરભાઇ જેઓ ભાગીયા તરીકે ખેત મજૂરી કરે છૅ. જેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ ઘટના મોડી રાત્રે આશરે 5.00 વાગ્યાના અરસામાં બની હતી અને ઘટના સમીના જલાલાબાદ નજીક સામેથી આવતી ગાડીની એલઈડી ફેશ લાઈટ ટ્રેક્ટર ડ્રાઇવરના આંખમાં આવતા ટ્રેક્ટર ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઘટના બની હતી.
આ ઘટના ને પગલે જાખેલ ગામના મુખ્ય ખેડુત લક્ષ્મણભાઈ ભુરાભાઇ આહીરને મોટુ નુકશાન થતાં સરકાર પાસે વળતર ની માંગ કરી છૅ.ચણાથી ભરેલ ખેડૂતનું ટ્રેક્ટર હારીજ માર્કેટ યાર્ડ વેચાણ અર્થે જઈ રહ્યું હતું જે દરમિયાન આ ઘટના બની હતી ત્યારે ખેડુતનું ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા થયું મોટુ નુકશાન થયું છૅ.
જાખેલ ગામના ખેડુત હારીજ માર્કેટ યાર્ડ ખાતે ચાણાના વેચાણ અર્થે જવા નીકળેલા ત્યારે ચણાથી ભરેલ ટ્રેક્ટર જલાલાબાદ નજીક ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા 300 મણ ચણા વેરાઈ જતા ખેડૂત ની હાલત કફોડી બની છૅ.જોકે ખેડુત દ્વારા ઘટનાને પગલે નુકશાન થતાં ગ્રામ પંચાયતમાં તલાટીને જાણ કરાઈ હોવાનું જાણવા મળેલ છૅ. અને ચણાથી ભરેલ ટ્રેક્ટર રસ્તાથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાતા ખેડુતને આર્થિક અને વાહનમા પણ મોટુ નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છૅ જેને લઈને ઘટનાને પગલે ખેડુતે સરકાર પાસે વળતર ની માંગ કરી હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!