રાધનપુરમાં પાન વેચતા વેપારીની કરપિણ હત્યા..

રાધનપુરમાં પાન વેચતા વેપારીની કરપિણ હત્યા…
શબ્દલપુરા ગામના રસ્તા નજીક 45 વર્ષીય સલીમભાઈ ઘાંચીનો મૃતદેહ મળી આવ્યો..
પાટણ જિલ્લા SP, DYSP, PI સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા, આગળની તપાસ હાથ ધરાઈ..
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામ ખાતે ચકચારી ઘટના બની શબ્દલપુરા ગામના તળાવ પાસેથી રાધનપુરના એક વેપારીનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક સલીમભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી (ઉંમર 45) રાધનપુરના નાગોરી વાસમાં રહેતા હતા. તેઓ મીરા દરવાજા પાસે પાનનો ગલ્લો ચલાવતા હતા.
ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પાટણ જિલ્લા એસ.પી,ડીવાયએસપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત કરી હતી. અને મામલતદાર, તલાટી-કમ-મંત્રી, સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હત્યા પાછળના કારણો હાલ અકબંધ જોવા મળી રહ્યા છૅ અને આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પાટણ જિલ્લાના રાધનપુરના શબ્દલપુરા નજીક હત્યાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છૅ.રાધનપુરના ૪૫ વર્ષીય યુવકની હત્યા પાછળ નું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છૅ.શબ્દલપુરા ગામના રોડ પર મળી આવ્યો હતો મૃતદેહ જેને લઈને ઘટના ની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.રાધનપુર ના સલીમભાઈ ઇસ્માઇલભાઇ ઘાંચી પાનનો ગલ્લો ચાલવતા હતા જે યુવકની હત્યા થતા ચકચાર મચી છે અને જયારે હત્યાનું કારણ હજુ અકબંધ જોવા મળી રહ્યું છે.
પાટણ જિલ્લા SP, DYSP, PI સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા:-
હત્યાની ઘટના ની જાણ થતાં પાટણ જિલ્લા SP, DYSP, PI સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.તેમજ મામલતદાર, તલાટી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.હત્યા મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ છૅ.અને હત્યા કરનાર ઇસમોની શોધખોળ શરૂ કરવામાં છૅ.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300