સાંતલપુરના પર ગામ ખાતે વીજ કર્મચારીઓ પર હુમલો કરાતા, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સાંતલપુરના પર ગામે વીજ બિલની બાકી રકમ વસૂલવા અને કનેક્શન કાપવા ગયેલ UGVCL ટીમ ઉપર હુમલો..
સાંતલપુરના પર ગામ ખાતે વીજ કર્મચારીઓ પર હુમલો કરાતા, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ..
કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ…
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના પર ગામમાં વીજ બિલની બાકી રકમ વસૂલવા અને કનેક્શન કાપવા ગયેલી UGVCL ટીમ પર હુમલો થયો હતો . આ ઘટના 10 માર્ચ 2025ના રોજ સવારે બની હતી. વારાહી યુજીવીસીએલ કચેરીના લાઇન ઇન્સ્પેક્ટર જાકીરહુસેન મોરવાડિયા, જુનિયર આસિસ્ટન્ટ નિરજ શાહ અને ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ બેચરભાઇ તારાલ બાકી વીજ બિલની વસૂલાત માટે ગયા હતા. અધિકારી એચ.આર. કટારાના નિર્દેશ પર ટીમે ભેમાજી નામના ગ્રાહક પાસેથી રૂ. 50,881ની બાકી રકમની વસૂલાત કરવા પ્રયાસ કર્યો હતો.
ગ્રાહકના ઘરે મળેલી મહિલાએ આપેલા નંબર પર સંપર્ક કરતાં સામેવાળાએ પૈસા ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વીજ કર્મચારીઓએ કાયદેસર મીટર કાપવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન બે વ્યક્તિઓએ આવીને વીજ કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. આરોપીઓએ વીજ કર્મચારીઓને અપશબ્દો કહ્યા અને લાઇન ઇન્સ્પેક્ટર જાકીરહુસેન પર શારીરિક હુમલો કર્યો હતો. તેમને સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. આરોપીઓએ ભવિષ્યમાં ગામમાં મીટર કાપવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટનાને લઈને વીજ કર્મચારીઓએ ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.અને ત્યારબાદ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300