સુરતીઓ જેને માટે વિખ્યાત છે એ સુરતી વાનગીઓ સુરતી અંદાઝમાં

સુરતીઓ જેને માટે વિખ્યાત છે એ સુરતી વાનગીઓ સુરતી અંદાઝમાં
Spread the love

સુરતીઓ જેમ કાપડ માટે હીરા માટે પોતાની દિલદારી સખાવત ઉદારતા નિખાલસતા માટે જાણીતા છે એમ સુરતીઓ ખાવાપીવા માટે પણ જગવિખ્યાત છે. સુરતીઓની મોજ મસ્તી ધમાલમાં ખાણીપીણી તો હોય જ
સુરતીઓ ભજીયામાં પણ અનેક વેરાયટી બનાવી જાણે છે. કાંદાના ભજીયા બટાકાના ભજીયા ટામેટાના ભજીયા સહીત સેંકડો જાતના ભજીયા સમોસા પણ અનેક વેરાયટી ખીમાંના સમોસા દાળના સમોસા બટાકાના સમોસા વટાણાના ભજીયા
ભુલ છે તો ભજીયા છે
ખૂબી છે તો ખમણ છે
સરળતા છે તો સમોસા છે
ખામી છે તો ખાંડવી છે
ચિંતા છે તો ચેવડો છે
ભાવના છે તો ભૂસુ છે
ભાગ્ય છે તો ભાખરવડી છે
ફરજ છે તો ફૂલવડી છે
શક છે તો શક્કર પારા છે.
ઢોંગ છે તો ઢોકળા છે.
ઈર્ષા છે તો ઇડલી છે
પ્રેમ છે તો પાત્રા છે.
સચ્ચાઈ છે તો સેવ ઉસળ છે
કૃપા છે તો કચોરી છે
પરોપકાર છે તો પાણીપુરી છે.
દીલ છે તો દાબેલી છે.
વ્હાલ છે તો વડાપાઉ છે
બુદ્ધિ છે તો બટાકાવડા છે
ફજેતી છે તો ફાફડા છે.
મન છે તો મઠીયા છે.
ચતુરાઈ છે તો ચોળાફળી છે
ભરોસો છે તો ભેલપુરી છે
પવિત્રતા છે તો પાઉંભાજી છે.
ગપ્પા છે તો ગાઠીયા છે
રસ છે તો રગડાપેટીસ છે
મોહ હોય તો મુઠીયા છે
વહેમ છે તો વડા છે
સમભાવ છે તો સેવ ખમણી છે
દુવા છે તો દાળવડા છે
ખુશી છે તો ખાખરા છે.
ચીવટ છે તો ચકરી છે
ઉત્સાહ છે તો ઉપમા છે
કલ્પના છે તો કનપુરી છે
બરકત છે તો બટાકાપૌંઆ છે
ઈજ્જત છે તો ઇડદા છે
હેત છે તો હાંડવો છે.
લોચો છે તો લોચો છે
કમાણી છે તો કુલ્ફી છે
મજા છે તો મસાલાઢોસા છે
આનંદ છે તો આઈસ્ક્રીમ છે
દોડ છે તો દાણાચણા છે
ઉડવું છે તો ઉંધીયું છે
જોબન છે તો જલેબી છે.
પમરાટ છે તો પાપડ છે

આલેખન : અબ્બાસભાઈ  કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!