મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુમશુદા દીકરીની માહિતી આપવા અનુરોધ કરાયો

મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુમશુદા દીકરીની માહિતી આપવા અનુરોધ કરાયો
Spread the love

મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુમશુદા દીકરીની માહિતી આપવા અનુરોધ કરાયો

 

જૂનાગઢ : મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થયેલ નોંધ અનુસાર પીપગોટા ગામ, તાલુકા ધાનપુર, જિલ્લા દાહોદ અને હાલનું રહેઠાણ ગામ સમઢીસયાળા, મેંદરડા તાલુકામાં રહેતી ઉંંમર ૧૪ વર્ષ ૧૦ મહિનાના કિશોરી ગુમશુદા બનેલી છે. તેની ઊંચાઈ ૪ ફૂટ ૫ ઇંચ, ઘંઉવર્ણો વાન ધરાવે છે. તેમજ આ કિશોરીનો બાંધો પાતળો છે, લંબગોળ ચહેરો, કાળી આંખો અને કાળા રંગના વાળ ધરાવે છે. તેણીના જમણા હાથના કાંડા પર અંગેજીમાં ”એચ” અક્ષર લખેલો છે.

આ કિશોરી ગત તારીખ ૦૬-૦૩-૨૦૨૫ ના રાત્રિના ૦૯:૩૦ કલાકના સમયગાળા દરમિયાન તેણીના હાલના રહેઠાણ પાસેથી ગુમશુદા બનેલી છે. તેણીએ લાલ રંગનો ડ્રેસ અને સફેદ રંગનો દુપટ્ટો ઓઢેલો છે અને તેણી ગુજરાતી ભાષાથી અવગત છે. આ કિશોરીને બદઈરાદાથી લગ્નની લાલચ આપીને કોઈ શખ્સ ભગાડી ગયો છે, તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ ગુમશુદા દીકરીની માહિતી આપવા માટે તેણીના વાલી વારસના મોબાઈલ નંબર ૯૭૩૭૭૮૯૮૫૪ અને ઈનચાર્જ પોલીસ ઈન્સપેકટરશ્રી એસ.એન.સોનારા, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક સાધી શકાશે. તેમ નોડલ ઓફિસરશ્રી મીસીંગ સેલ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.એસ.પટ્ટણી, મુખ્ય મથક જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!