મેઘરજ તાલુકામાં 38 મા પેન્શન ડે નિમિત્તે સામાન્ય સભા યોજાઈ

મેઘરજ તાલુકાના પેન્શન રોનો પેન્શન ડે અને વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી અમૃતલાલ. આર. પંચાલ અધ્યક્ષ પદે ગાયત્રી મંદિર મેઘરજ ખાતે યોજાઈ ગયો. જેમાં પેન્શન મંડળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન મોહનભાઈ પટેલ અતિથિ વિશેષ બેંક ઓફ બરોડાના મેનેજર દેબાસીસ બારીક એસબીઆઇના મેનેજર અમીન બજરાની ગાયત્રી પરિવારના અશોકભાઈ ઉપાધ્યાય. ભોજનદાતા ભરતભાઈ પંડ્યા મેઘરજ મોડાસા માલપુર ભિલોડા ધનસુરા પ્રમુખ મંત્રી જિલ્લા ખજાનચી નટુભાઈ, ચંદ્રકાંતભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ પ્રાર્થના ગાયત્રી મંત્ર બાદ પરિવારજનોએ જીવ ગુમાવ્યો તેમના માટે શ્રદ્ધાંજલિ બાદ પ્રમુખ શ્રી અધ્યક્ષ શ્રી અને સ્ટેજના મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. મહેમાનો રોજ સ્વાગત પ્રવચન પ્રમુખશ્રી નાનજીભાઈ પટેલ સુંદર મીઠી ભાષામાં આવકાર્યા. 75 વર્ષ પૂર્ણ કરનારે સાલ ફુલ હારથી સ્વાગત ભોજનદાતા અને ઉદ્યોથોષ રામાભાઇ પટેલ નું સન્માન કરવામાં આવેલ.
પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર પ્રમુખ નાનજીભાઈ મંત્રી અરખાભાઈનું પણ શાનદાર સ્વાગત કરવામાં આવેલ પ્રસંગે માલપુર પ્રમુખ ગિરીશભાઈ સોનીએ મુજવણા ના પ્રશ્નો જુનો ઈજાફો પેન્શનની ગણતરી 325 પગાર અને અન્ય પ્રશ્નોની છણાવટ કરી જ્યારે બોર્ડ ડિરેક્ટર મહેન્દ્રભાઈ પટેલ વર્ષા સુધી વહીવટી વિભાગના તાલુકા જિલ્લા રાજ્યના પ્રમુખ મંત્રી મહામંત્રી સેવા બજાવવામાં બોર્ડ મેમ્બર બન્યા. તેમણે જૂન નો ઇજાફો આઠમું પગાર પંચ પ્રશ્નોની છણાવટ સુંદર શૈલીમાં કરી. પ્રમુખ અમૃતલાલ પંચાલે મોટી સંખ્યામાં સૌ હાજર રહ્યા સહકાર આપ્યો તે બદલ આભાર માન્યો હિસાબો ઠરાવો મંત્રીએ રજૂ કર્યા. તે સરવા નુ મતે મંજુર થયા. આભાર વિધિ પુનિશભાઈ ખભરાટે દોરી બાદ રાષ્ટ્રગીત ના અંતે છુટા પડ્યા હતા
રિપોર્ટ. નિલેશ પટેલ અરવલ્લી