આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળતા સુશ્રી દેવાહુતી

આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળતા સુશ્રી દેવાહુતી
આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપનાની બદલી આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે થતા તેમની જગ્યાએ આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે વર્ષ ૨૦૨૦ ની બેચના આઈ.એ.એસ. અધિકારી સુશ્રી દેવાહુતીની બદલીથી નિમણૂક થતાં તેમણે આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળ્યો છે.
જમ્મુ કાશ્મીરના વતની એવા સુશ્રી દેવાહુતી બી.એ, એલ.એલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સનદી સેવા માટેની પરીક્ષા પાસ કરી વર્ષ ૨૦૨૦ માં આઈ.એ.એસ. થયા. આઈ.એ.એસ. બન્યા બાદ તેમણે પ્રોબેશન સમયમાં ખેડા જિલ્લામાં અને ત્યારબાદ આસિસ્ટન્ટ કલેકટર, ગોંડલ અને રાજકોટ ગ્રામ્યમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળ્યા પહેલા તેઓ બનાસકાંઠા જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા.
સુશ્રી દેવાહુતિએ એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે, તેઓ તેમના પરિવારના પહેલા વ્યક્તિ છે જેમણે સનદી સેવા માટેની પરીક્ષા પાસ કરી છે. રાજયના વિવિધ જિલ્લાઓની તેમની ફરજ દરમિયાન ગુજરાતના લોકોના સહકારભર્યા સ્વભાવને બિરદાવી તેમણે આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની તેમની પ્રાથમિકતા જણાવતા ઉમેર્યું હતુ કે, આણંદ જિલ્લો વિકાસશીલ જિલ્લો છે. આ જિલ્લાના વિકાસને આગળ વધારવાની મને જે તક મળી છે તેને હું નિષ્ઠાપૂર્વક અદા કરી આણંદ જિલ્લાના વિકાસને વેગ મળે તે માટે હંમેશા પ્રયત્નશિલ રહીશ.
રિપોર્ટ : ભૂમિકા પંડ્યા. આણંદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300