ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત કરાટે સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાનાં બાળકો રહ્યા અગ્રેસર

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત કરાટે સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાનાં બાળકો રહ્યા અગ્રેસર
Spread the love

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત કરાટે સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાનાં બાળકો રહ્યા અગ્રેસર

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત કરાટે સ્પર્ધામાં 6 ગોલ્ડ, 3 સિલ્વર તથા 4 બ્રોન્ઝ મેડલ સાથે ગણેશ શાળા – ટીમાણાનાં બાળકો રહ્યા અગ્રેસર

ખેલ મહાકુંભ 3.O અંતર્ગત ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ 6 ગોલ્ડ મેડલ , 3 સિલ્વર મેડલ તથા 4 બ્રોન્ઝ મેડલ મેળવીને આખી સ્પર્ધામાં સૌના મનને જીતી લીધા હતા. એક જ શાળાના 13 જેટલા બાળકોએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવીને જીલ્લા કક્ષાએ આગવી ઓળખ બનાવી છે. ગણેશ શાળા – ટીમાણાના બાળકો અનેકવિધ સ્પર્ધાઓ અગ્રેસર રહે છે. આ જ વર્ષે જુડો સ્પર્ધામાં પણ 13 બાળકોએ જિલ્લા કક્ષાએ ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે તથા 12 બાળકોએ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવીને જીલ્લા કક્ષાએ ગામ તથા શાળાનું ગૌરવ વધાર્યું હતું. કરાટે સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણા ગોલ્ડ તથા સિલ્વર મેડલ મેળવનાર 9 બાળકો આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું નેતૃત્વ કરશે. ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા આ તમામ બાળકોનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેવો રાજ્ય કક્ષાએ પણ ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!