આહવા સ્વરાજ આશ્રમમાં”તાત્કાલિક” હનુમાનજીની સ્થાપના થઈ

ડાંગ પ્રદેશમાં 72વર્ષથી કાર્યરત સ્વરાજ આશ્રમમાં કથાકાર પ્રફુલભાઈ શુકલની પ્રેરણાથી સ્વારાજ આશ્રમના વયોવૃધ્ધ મુરબ્બી ગાંડાભાઈ પટેલના હસ્તે આજે શનિવારે “તાત્કાલિક” હનુમાનજીની સ્થાપના કરવામાં આવી ત્યારે મૂર્તિદાતા કિશોરસિંહ ચંદનસિંહ રાજપુરોહિત મોતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સ્વારાજ આશ્રમ પરિવારના વનરાજભાઈ નાયક,જાગૃતિ બેન પ્રફુલભાઈ નાયક સહિત આશ્રમ પરિવારે પૂજા માં ભાગ લીધો હતો. શિવકથા ના આયોજક કમલેશભાઈ પાટીલ, મુખ્ય યજમાન અશ્વિનીબેન ચિતાનભાઈ સુરૂ, કિરીટભાઈ પંડ્યા વિગેરે હાજર રહ્યા હતા. આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.
આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલે કહ્યું હતું કે ડાંગ ની ઐતિહાસિક ભૂમિ,311 ગામોનું કેન્દ્રસ્થાન સ્વરાજ આશ્રમમાં આજે “તાત્કાલિક” હનુમાનજીની સ્થાપના થી ખુબજ રાજીપો અનુભવુ છું, ભારત ના યુવાનોના આદર્શ માઈકલ જેક્સન નથી પણ હનુમાનજી છે.એલસીયન કૂતરાને પાળવાનો આ દેશ નથી, પણ ગાયોને પાળવાનો દેશ છે. સ્વરાજ આશ્રમ માં કેવળ પેટ ભરવાનો શિક્ષણ નથી આપતું, પણ જીવન જીવવાનો શિક્ષણ અપાય છે. જેમાં રાષ્ટ્રીયતાનું નિર્માણ થાય છે. બાપા સીતારામ પરિવાર ભારતીબેન ગાયકવાડ અને હેમા પટેલ દ્રારા હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા હતા. જયરામ મહારાજ હરિઓમ તથા ઉષ્ણ અંબા ઉનાઈના ભુદેવ રાકેશ દુબેએ મંત્રોચ્ચાર કર્યા હતા. પીનાબેન વનરાજ નાયક દ્રારા પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)