આહવામાં તાલુકા કક્ષાની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલીમ

આહવામાં તાલુકા કક્ષાની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલીમ
Spread the love

આજ રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સિનિયર મેડિકલ આેફિસ (DTO) ડો, પાઉલ વસાવા સાહેબ શ્રી, તાલુકા હેલ્થ આેફિસર ડો, દિલીપ શમૉ સાહેબ શ્રી તેમજ ગાઢવી પીએચસીના મેડિકલ ઓફિસર ડો, કિંજલબેન ના માગૅદશૅન હેઠળ તાલુકા કક્ષાની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગાઢવી પીએચસીમા પિયર એજયુકેટરની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો.

  • જેમાં પિયર એજયુકેટરને એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા RKSK કાર્યક્રમ વિશે સમજુતી પુરી પાડી અને પિયર એજયુકેટરની ભુમિકા અંગે વિગતવાર માહિતી આપવામા આવી
  • ગામના વિસ્તારમાં કઈ રીતે કાર્યક્રમ સફળ બનાવી શકાય તે વિશે સમજુતી પુરી પાડી
  • પિયર એજયુકેટર એ આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો ઉપર ચાટૅ પેપર પર લેખન કરી એ વિષયો પર એક પછી એક વિગતવાર ચચૉ રજૂઆત કરવામાં આવી
  • તેમને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની આઈઈસીનુ વિતરણ કરવામાં આવ્યું
  • આરોગ્ય સંબંધિત રમત રમાડી
  • પ્રોત્સાહન ના ભાગ રૂપે પિયર એજયુકેટરને RKSKના લોગો વાળા જેકેટ અને ડાયરી અાપવામા આવી અને તેમને પ્રોત્સાહિત કરવામા આવ્યા અને તેમને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું.

કિશોરાવસ્થામાં થતા ફેરફારો, તેમા કિશોર કિશોરીઓના વૃદ્ધિ વિકાસ, સમતોલ આહાર, એનેમિયા, આઈ એફની ગોળી, વ્યસન, કિશોરીઓને, પિરીયડમા શરીરની સ્વછતા, સેનીટેરી પેડ વિશે, સમજણ આપી, નાની ઉમરમા લગ્ન, સ્વચ્છતા, કિશોર કિશોરીઓમા, RTI, STI વિશેની સમજુતી સાથે માનસિક આરોગ્યની સમજ એડોલેશન હેલ્થ કાઉન્સેલર મનિષા ચૌહાણ દ્વારા આપવામાં આવી અને પિયર એજયુકેટરને HIV/Aids અને ટીબી વિશે સમજુતી પીપીટીસીટી કાઉન્સેલર શીલાબેન પટેલ દ્વારા આપવામાં આવી.

સંબંધિત માર્ગદર્શન તેમના ગામમા રહેતા, કિશોર કિશોરીસુધી પહોંચાવે તેવી સમજુતી આપવામા આવી, આવેલ કિશોર કિશોરીઓને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ મેડિકલ આેફિસર દ્વારા પિયર એજયુકેટરની આરોગ્યની તપાસ કરવામાં આવી આમ એડોલેશન હેલ્થ કાઉન્સેલર, મનિષા ચૌહાણ, પીપીટીસીટી કાઉન્સેલર, શીલાબેન પટેલ સિવિલ હોસ્પિટલ આહવા-તથા પીએચસી ગાઢવીના કમૅચારી આમ બધા મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!